×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈજનેરીમાં ૩૫,૦૦૦ બેઠક ખાલી પડશે મેડિકલમાં ધસારો નહીં થાય


અમદાવાદ,ગુરૂવાર

૧૨ સાયન્સનું પરિણામ ઓવરઓલ ૬૭ ટકા જેટલુ રહ્યું છે અને ડિગ્રી ઈજનેરીની આ વર્ષની ઉપલબ્ધ થનારી ૬૫ હજારથી વધુ બેઠકો સામે બોર્ડના અને ગુજકેટના લાયક વિદ્યાર્થીઓ જોઈએ તો ૩૦ હજારથી પણ ઓછા થાય છે જેથી પ્રવેશ પહેલા જ ૩૫ હજાર બેઠકો ખાલી પડી રહેવાનો અંદાજ છે. જ્યારે બી ગ્રુપનું પરિણામ ૬૮.૫૮ ટકા પરિણામ રહ્યું છે અને જે એકંદરે ઓછુ કહી શકાય તેમ છે. આ સિવાય મેડિકલમાં બેઠકો આ વર્ષે વધશે જેથી કોઈ ખાસ ધસારો નહી થાય.

ધો.૧૨ સાયન્સના બોર્ડ પરીક્ષાના કુલ નિયમિત વિદ્યાર્થીઓમાં A-ગ્રુપમાં ૩૩,૩૯૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૭૨૬૩ નાપાસ થતા અને ૨૬૧૩૩ પાસ થયા છે. જ્યારે ગુજકેટમાં A-ગ્રુપમાંમાં ૨૦ પર્સેન્ટાઈલથી વધુ ૩૧,૨૫૭ વિદ્યાર્થીઓ છે. આમ એકંદરે આ વર્ષે માંડ ૩૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે અને જેમાં ૪૫ ટકાએ પ્રવેશના નિયમ મુજબ ઈજનેરી પ્રવેશ માટે લાયક થનારા હજુ ઓછા થશે.

બીજી બાજુ ડિગ્રી ઈજનેરીમાં ૬૫ હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ થનાર છે જેથી આ વર્ષે ઈજનેરીમાં રેકોર્ડબ્રેક ૩૫ હજારથી ૩૭ હજાર બેઠકો ખાલી રહેવાની આશંકા છે. A-ગ્રુપનું ઓવરઓલ પરિણામ વધુ છે પરંતુ ૯૯ પર્સેન્ટાઈલના વિદ્યાર્થીઓ અને એ-૧ ગ્રેડ ધરાવતા હાયર મેરિટના વિદ્યાર્થીઓ ઓછા હોવાથી મેરિટ નીચું જઈ શકે છે. બીજી બાજુ NEET આધારિત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશની વાત કરીએ તો આ વર્ષે ગુજરાત બોર્ડના B-ગ્રુપના ૬૧૯૨૮ વિદ્યાર્થીમાંથી ૪૨,૧૬૬ વિદ્યાર્થી પાસ થયા છે અને જેમાં નીટ માટે લાયક ૫૦ ટકા ધરાવતા વિદ્યાર્થીઓ ૩૮થી૩૯ હજાર જેટલા છે.


અન્ય બોર્ડના મળીને પણ આ વર્ષે નીટ આપનારા માંડ ૫૦થી ૫૫ હજાર વિદ્યાર્થીઓ જ થશે.જે ગત વર્ષ કરતા ઘણા ઓછા હોઈ શકે છે. આ વર્ષે મેડિકલમાં ચારથી પાંચ નવી મેડિકલ કોલેજો સાથે ૭૦૦થી૮૦૦ જેટલી બેઠકો વધે તેમ છે. મેડિકલ સહિતના નીટ આધારીત ચાર કોર્સની હાલ ૧૨,૦૦૦થી વધુ બેઠકો છે.જ્યારે બોર્ડના પરિણામ આધારીત પેરામેડિકલના કોર્સમાં ૨૬ હજારથી વધુ બેઠકો છે.આમ મેડિકલ-પેરામેડિકલમાં ૩૮થી૩૯ હજાર બેઠકો સામે વિદ્યાર્થીઓ ઘણા ઘટશે અને ઘણા વિદ્યાર્થીઓ ફાર્મસી,સાયન્સ અને હવે તો ઈજનેરી સહિતના કોર્સમાં પણ પ્રવેશ લેશે જેથી મેડિકલમાં આ વર્ષે પ્રવેશ માટે કોઈ ધસારો નહી થાય.

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 

ગ્રુપ

નોંધાયેલ

ઉપસ્થિત

પાસ

ટકા

A

૩૩૪૪૬

૩૩૩૯૬

૨૬૧૮૩

૭૮.૪૦

B

૬૨૨૩૧

૬૧૯૨૮

૪૨૪૬૯

૬૮.૫૮

AB

૩૮

૩૭

૨૯

૭૮.૩૮

કુલ

૯૫૭૧૫         

૯૫૩૬૧         

૬૮૬૮૧

૭૨.૦૨


 કયા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી 

A-1

૧૯૬

A-2

૩૩૦૩

B-1

૮૯૮૯

B-2

૧૩૭૫૧

C-1

૧૮૫૬૧

C-2

૧૮૯૮૨

D

૪૮૭૩

E-1

૨૬