×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇતિહાસ બદલાશે: ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


અમદાવાદ,તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર 

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે 4 ઓકટોબરના રોજ રાજીનામું આપી દીધું હતું. જે બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદનું નિમંત્રણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને અપાયું હતું જેનો સ્વીકાર કરતાં હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો પણ કારોભાર સંભાળશે. 

યુવાનોને શિક્ષણ આપવા અને તેમના ચારિત્ર્ય ઘડતરના આશયથી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ 100થી વધુ વર્ષ પહેલાં કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા ઘણા મહિનાથી કુલનાયકની નિમણૂકને લઈને ચર્ચામાં હતી. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાપીઠ દ્વારા આવેલાં નિમંત્રણનો  સ્વીકાર કર્યો છે અને આ પદ માટે સ્વીકૃતિ આપી હતી. 


મહત્વનું છે કે,મહાત્મા ગાંધીજીની આ સંસ્થા ગાંધી ચિધ્યા માર્ગે તેમના નિયમો અને વિચારોથી ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠના બંધારણ મુજબ કુલનાયકની ઉપર કુલપતિ હોય છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ એ ક્યારેય રાજ્યપાલ નથી હોતા. અહીં વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજીક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવે છે, પરંતૂ ગાંધીજી સ્થાપિત સંસ્થા વિદ્યાપીઠનો ઈતિહાસ 100 વર્ષ બાદ બદલાયો છે એમ કહી શકાય.