×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇઝરાયેલ દુતાવાસ વિસ્ફોટ ટ્રેલર હતું, 'ખોફનાક' હુમલા માટે તૈયાર રહો


હાઇ સિક્યોરિટી ઝોનની 'સુરક્ષા'માં પોલંપોલ : સીસીટીવી ચાલતા જ ન હતા : પત્ર ઉપરાંત ઘટના સ્થળેથી ગુલાબી રંગનો દુપટ્ટો પણ મળ્યો

બ્લાસ્ટની થોડી મિનિટો પહેલાં એક ટેક્સીએ બે લોકોને ઘટના સ્થળે ઉતાર્યા હતા

આતંકી સંગઠન જૈશ-ઉલ હિંદે હુમલાની જવાબદારી લીધી: તપાસ ભટકાવવા માટે ખોટો દાવો થતો હોવાનો સુરક્ષા એજન્સીનો તર્ક

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર

દિલ્હી સિૃથત ઈઝરાયેલની એમ્બેસી નજીક વિસ્ફોટ થયો હતો. એ પછી તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. ઈરાનના નાગરિકો સહિતના તમામ શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. વિસ્ફોટ થયો તે સૃથળેથી ધમકીભર્યો પત્ર અને ગુલાબી રંગનો એક દુપટ્ટો મળી આવ્યો હતો.

દિલ્હીમાં  ઈઝરાયેલના દૂતાવાસ નજીક આઇઇડી વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર-પાંચ કારના કાચ તૂટયા હતા. એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. વિસ્ફોટ ખૂબ જ નાનો હતો, પરંતુ પાટનગર દિલ્હીના ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં વિસ્ફોટ થયો હોવાથી દેશની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અિધકારીઓએ ઈરાનના નાગરિકો સહિતના શકમંદોની ધરપકડ કરીને આકરી પૂછપરછ શરૂ કરી છે. દિલ્હીની સુરક્ષાની પોલ પણ એક રીતે આ ઘટનામાં છતી થઈ ગઈ હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અિધકારીઓએ ઘટના સૃથળની તપાસ કરીને પૂરાવા એકઠા કર્યા ત્યારે જણાયું હતું કે આસપાસના ઘણાં સીસીટીવી કેમેરા ચાલતા જ ન હતા. જે સીસીટીવી કેમેરા ચાલતા હતા તેના દૃશ્યો મેળવીને તપાસનો દોર આગળ વધારાયો હતો.

એક સીસીટીવી પ્રમાણે ઘટના બની તેની મિનિટો પહેલાં એક ટેક્સીમાં બેસીને બે લોકો ઘટના સૃથળે આવ્યા હતા. એ પછીની થોડીક ક્ષણો પછી વિસ્ફોટ થયો હતો. ટેક્સી ડ્રાઈવરનો સંપર્ક કરીને તપાસ અિધકારીઓએ તેની પૂછપરછ કરી હતી. તેના નિવેદનના આધારે ચિત્રો પણ બનાવ્યા હતા. ઓલા અને ઉબર પાસેથી ટેક્સી બુકિંગની વિગતો પણ મેળવવાની કવાયત શરૂ થઈ છે.

ઘટના સૃથળેથી એક ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. પત્રમાં લખાયું હતું : 'યે તો ટ્રેલર હે, કહીં ભી, કભી ભી તુમ્હારી જાન લે સકતે હૈ' તપાસ એજન્સીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે પત્રમાં ઈરાની સૈન્ય અિધકારી સુલેમાનીને ઠાર કર્યો તેના બદલાની વાત પણ છે.

ઈરાનના ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ હત્યાનો પણ ઉલ્લેખ છે. આ બધી બાબતો વિસ્ફોટમાં ઈરાનની ગુપ્તચર એજન્સીનો હાથ હોવાનો સંકેત કરે છે. સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં રહેતા ઈરાનના નાગરિકોનો ડેટા એકઠો કર્યો છે અને આસપાસની હોટેલોમાં પણ કોણ-કોણ રહ્યું તેની વિગતો મેળવી હતી.

બીજી તરફ જૈશ-ઉલ હિંદ નામના આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. ઈઝરાયેલના દુતાવાસે આ આતંકવાદી હુમલો હોવાની શંકા વ્યક્ત કરી હતી, પરંતુ ભારતની તપાસ એજન્સીઓના કહેવા પ્રમાણે તપાસને બીજી દિશામાં ફંટાવવા માટે આતંકવાદી સંગઠને હુમલા પાછળ પોતાની જવાબદારી હોવાનું કહ્યું છે, પરંતુ એવા કોઈ જ પુરાવા હજુ સુધી મળ્યા નથી.

તપાસ એજન્સીના તર્ક પ્રમાણે તપાસના મૂળ સુધી ન પહોંચી શકાય તે માટે આવા દાવા થઈ રહ્યા છે. નેેશનલ સિક્યુરિટી ગાર્ડના અિધકારીઓએ વિસ્ફોટની ઘટનાનું વિશ્લેષણ કર્યું હતું. નેશનલ બોમ્બ ડેટા સેન્ટરના અહેવાલમાં જણાયું હતું કે વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો. 

ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદે તપાસ આદરી

બદલો લેવા ઝેરીલી સોય, ફોન બોમ્બ, કાર બોમ્બ સહિતનું પણ કંઈ પણ કરવા મોસાદ જાણીતી છે!

ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદે દિલ્હીના વિસ્ફોટની તપાસ શરૂ કરી છે. ઈઝરાયેલના રાજદૂતને નિશાન બનાવવા માટે હુમલો થયો હતો એવું ઈઝરાયેલે કહ્યું હતું, એ પછી હવે તપાસ મોસાદે શરૂ કરી છે.

મોસાદ દુનિયાભરમાં તેની કામ કરવાની અલગ રીતના કારણે જાણીતી છે. બદલો વાળવા માટે મોસાદ ઝેરીલી સોઈ, ફોન બોમ્બ, કાર બોમ્બ, નકલી પાસપોર્ટ સહિતના જરૂરી બધા જ તરિકા અજમાવી શકે છે.

ઈરાન જેવા દુશ્મનોનો હાથ છે એવું ધારીને ઈઝારાયેલની જાસૂસી એજન્સીએ તપાસ શરૂ કરી છે. આતંકવાદી હુમલાની શક્યતાના આધારે પણ તપાસની દિશા એ તરફ રહેશે. મોસાદના અિધકારીઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં તેમના અિધકારીઓ વિસ્ફોટના મૂળ સુધી પહોંચી જશે.

રાજદૂતે આતંકી હુમલાની શંકા વ્યક્ત કરી

હુમલાની શંકા હતી એટલે અમે પહેલેથી એલર્ટ હતા : ઈઝરાયેલી રાજદૂત

વિસ્ફોટથી ભારત-ઈઝરાયેલના સંબંધોમાં જરા સરખો પણ ફરક પડશે નહીં: રોન મલકા

ઈઝરાયેલના ભારત સિૃથત રાજદૂત રોન મલકાએ કહ્યું હતું કે તેમને આતંકી હુમલાની શંકા હતી એટલે એ માટે તેઓ માનસિક રીતે તૈયાર હતા. તેમણે  કહ્યું હતું કે અમે દૂતાવાસમાં છેલ્લાં થોડા સપ્તાહથી જ સતર્કતા વધારી હતી.

ઈઝરાયેલના દૂતાવાસ નજીક વિસ્ફોટ થયો તે પછી રાજદૂત રોન મલકાએ કહ્યું હતું કે મને આ હુમલાથી કોઈ જ આશ્વર્ય થયુ નથી. રાજદૂતના મતે આ આતંકવાદી હુમલો જ હતો અને દૂતાવાસ તેમજ તેમને નિશાન બનાવીને થયો હતો, પરંતુ આગોતરી શંકા હોવાથી તેમને સાવધાની રાખી હતી.

તેમણે કહ્યું હતું કે તેમને ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી હતી. તેના કારણે દૂતાવાસમાં સતર્કતા વધારી હતી. તેમણે આ હુમલાને પશ્વિમ એશિયાના દેશોનું વિધ્વંશક ષડયંત્ર ગણાવ્યું હતું.

રાજદૂત રોન મલકાએ કહ્યું હતું કે આ વિસ્ફોટથી ભારત-ઈઝરાયેલના ગાઢ સંબંધોમાં કોઈ જ કચાશ નહીં આવે. બંને દેશોના સંબંધો યથાવત રહેશે. બંને દેશો આતંકવાદીઓ સામે લડી રહ્યા છે અને મજબૂતીથી આગળ પણ લડતા રહેશે.