×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇઝરાયેલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ કેસમાં બે વ્યક્તિની CCTV ફૂટેજ સામે આવી, જુઓ વીડિયો

નવી દિલ્હી, તા. 15 જૂન 2021, બુધવાર

રાજધાની દિલ્હીમાં આ વર્ષે 29 જાન્યુઆરીના દિવસે ઇઝરાયલના દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ કેસમાં બે શંકાસ્પદ લોકોની સીસીટીવી ફૂટેજ સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિના હાથમાં એક ફાઇલ અને બીજી વ્યક્તિના હાથમાં એક બેગ છે.વિસ્ફોટ બાદ આ કેસની તપાસ એનાઇ દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી પ્રમાણે બંને શંકાસ્પદ શખ્સોએ જામિયા નગરથી ઓટો કર્યો અને પછી અબ્દુલ કલામ રોડ પહોંચ્યા.ત્યારબાદ વિસ્ફોટક મુકીને ત્યાંથી બંને ઓટોથી અકબર રોડ પહોંચ્યા અને ત્યાંથી ઓળખ છુપાવવા માટે જેકેટ ઉતારી નાંખ્યા. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ કરી રહી હતી, બાદમાં આ તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.

એનઆઇએ દ્વારા આ બંને શંકાસ્પદ વ્યક્તિ પર 10-10 લાખ રુપિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીએ ટ્વિટ કરીને કહ્યું છે કે જો કોઇ પણ વ્યક્તિ એવી જાણકારી આપશે કે આ બંને વ્યક્તિની ઓળખ અને ધરપકડ થઇ શકે તો તેને 10 લાખ રુપિયાનું નામ આપવામાં આવશે.

29 જાન્યુઆરી 2021ના દિવસે રાજધાની દિલ્હીમાં આવેલા અકબર રોડ પર સાંજે લગભગ 5 વાગ્યાને 5 મિનિટ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ઇઝરાય દૂતાવાસ નજીક થયો હતો. જેમાં ત્રણ કારના કાચ તૂટ્યા હતા. આ સ્થળેથી એક કવર પમ મળ્યું હતું, જેના પર ટી ઇઝરાયલ એમ્બેસ્ડર લખ્યું હતું. આ સિવાય તેમાં લખ્યું હતું કે આ તો માત્ર ટ્રેલર છે, અમે ઇચ્છીએ તો આના કરતા પણ મોટો ધમાકો કરી શકીએ છીએ.