×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20 મેચ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને તક

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2021 શનિવાર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ટી-20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા કરી છે, નેશનલ ટીમમાં વિષ્ફોટક બેટ્સમેન સુર્ય કુમાર યાદવ અને ઝારખંડનાં યુવા કપ્તાન ઇશાન કિશનને પહેલી વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

રસપ્રદ બાબત એ છે કે કિશને આજે જ વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ વિરૂધ્ધ 94 બોલમાં 173 રન ફટકાર્યા છે, 4 મેચોની ટેસ્ટ સીરીઝ બાદ ઇંગ્લેન્ડને ભારતમાં વન ડે અને ટી-20 સીરીઝ પણ રમવાની છે. 

ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(ઉપ કપ્તાન) કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સુર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કિપર), યુજવેન્દ્ર ચહલ, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોંશિગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર