×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યોમાં બીજી લહેરનો કહેર હજું પણ યથાવત, 2 રાજ્યોમાં એક્ટિવ કેસ 1 લાખથી વધુ

નવી દિલ્હી, 5 જુલાઇ 2021 સોમવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘણી હદે નબળી પડી છે. મોટાભાગનાં રાજ્યોમાં દરરોજ આવતા નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દરરોજ નવા કેસ 40,000 કરતા ઓછા નોંધાઇ રહ્યા છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઇ રહ્યો છે.

હાલમાં દેશમાં 4,82,071 એક્ટિવ કેસ છે. મૃત્યુઆંક પણ ઓછો થઈ રહ્યો છે. આને કારણે હવે રાજ્ય સરકારોએ ફરીથી છૂટ આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે હજી પણ આવા કેટલાક રાજ્યો છે, જેના વિશે એવું કહી શકાય કે બીજી લહેરની અસર હજું ત્યાં જોઇ શકાય છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કોવિડ -19 નાં 1 લાખથી પણ વધુ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,26,454 એક્ટિવ કેસ છે. અહીં રવિવારે 9336 નવા કેસ અને 123 લોકોનાં મોત થયાં. જ્યારે, કેરળમાં 1,04,508 એક્ટિવ કેસ છે. રવિવારે અહીં કોવિડ-19 નાં 11551 નવા કેસ નોંધાયા અને આ રોગને કારણે 76 લોકોનાં મોત નીપજ્યાં. કર્ણાટકમાં 44,869 એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં 35,325 એક્ટિવ કેસ છે, તામિલનાડુમાં 35,294, આસામમાં 23,502, ઓડિશામાં 26,922, પશ્ચિમ બંગાળમાં 18,780 અને તેલંગાણામાં 11,964 એક્ટિવ કેસ છે.

આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે કોરોનાનાં કેસો ચોક્કસપણે ઓછા થઈ રહ્યાં છે, પરંતુ હજી પણ જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી. પ્રયત્નો કરવા પડશે કે જ્યાં વધુ કેસ આવી રહ્યા છે, ત્યાં ઓછા કેસમાં ઘટાડો થાય અને જ્યાં ઓછા થયા છે ત્યાં ફરી વધારો ન થાય.