×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં 25 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, BPL ક્વોટામાં આવનારા લોકો માટે મુખ્યમંત્રીએ કરી જાહેરાત


- મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે, 26મી જાન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડધારકોને આ લાભ મળશે

નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર

ઝારખંડમાં નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. જોકે, આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ ફક્ત બીપીએલ કાર્ડધારકોને જ મળશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે, 26મી જાન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. 

ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં પેટ્રોલ ડીઝલ અસોસિએશન પણ સતત પેટ્રોલ-ડીઝલ પરના વેટ દરો ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. અસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો સરકાર વેટનો દર 22 ટકાથી ઘટાડીને 17 ટકા કરી દે તો લોકોને મોટી રાહત મળશે. અસોસિએશનના કહેવા પ્રમાણે ઝારખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. તેવામાં ઝારખંડથી ચાલનારા વાહનો પાડોશી રાજ્યોમાંથી ડીઝલ ભરાવી રહ્યા છે માટે તેમને નુકસાન થઈ રહ્યું છે. 

અસોસિએશનના અધ્યક્ષ અશોક સિંહે જણાવ્યું કે, પેટ્રોલિયમ ડીલર્સે મુખ્યમંત્રી હેમંત સોરેનને એક ચિઠ્ઠી લખી હતી અને નાણા મંત્રીની મુલાકાત પણ લીધી હતી. ઝારખંડમાં 1,350 પેટ્રોલ પંપ છે જે સીધી રીતે 2.50 લાખ કરતાં વધારે પરિવારોની આજીવિકા સાથે સંકળાયેલા છે અને વેટના ઉંચા દરોના કારણે વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે.