×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં હવે પોલીસ કર્મીઓ ફરજ પર હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે

બિહાર,તા.2 જુન 2021,બુધવાર

હવે બિહાર રાજ્યમાં ફરજ બજાવતી વખતે પોલીસ અધિકારીઓ અને જવાનો મોબાઈલ કે ટેબલેટનો બીનજરૂરી ઉપયોગ નહીં કરી શકે. જે પકડાશે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

પોલીસ હેડક્વાર્ટર તરફથી આજે આ આદેશ આપવામા આવ્યો હતો અને બીનજરૂરી મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આદેશના ઉલ્લંઘનને શિસ્તભંગ ગણીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડક્વાર્ટરે આ આદેશનો સખ્તાઈપૂર્વક અમલ કરવા માટે તાકિદ કરી છે.

એવુ મનાય છે કે, બિહાર પોલીસના અધિકારીઓ અને જવાનો ફરજ દરમિયાન મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. જેના પગલે પોલીસ હેડક્વાર્ટરે આ પગલુ ભર્યુ છે. પોલીસનુ કહેવુ છે કે, આવા સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ પર હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે અને મનોરંજન માટે કરે છે. આમ પોલીસ કર્મીઓનુ ધ્યાન બીજે દોરાય છે અને પોલીસની ઈમેજને પણ ધક્કો પહોંચે છે.

જ્યારે પોલીસ કર્મીઓ ફરજ પર હોય ત્યારે તેમણે સજાગ રહેવુ જરૂરી છે. આદેશમાં કહેવાયુ છે કે, પોલીસ પ્રત્યે સમાજને વધારે અપેક્ષા હોય છે ત્યારે ફરજ પર મોબાઈલના ઉપયોગથી ખોટો સંદેશો જાય છે. જેઓ આ નિયમનો ભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરાશે. જોકે અસાધારણ સ્થિતમાં મોબાઈલનો ઉપયોગ કરી શકાશે.