×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં ફરીવાર વંદે ભારત ટ્રેનને નિશાને લેવાઈ, પથ્થરમારો કરી કાંચ તોડી નાખ્યા

image : Twitter


પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરાયો છે. આ ઘટના શનિવારે  એ સમયે બની જ્યારે આ ટ્રેન હાવડા તરફ જઈ રહી હતી. આ દરમિયાન ફરક્કા નજીક વંદે ભારત પર પથ્થરમારો થતાં તેના કાચ તૂટી ગયા હતા. ઘટના અંગે માહિતી આપતા રેલવે અધિકારી કૌશિક મિત્રાએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. 

અગાઉ પણ પથ્થરમારાની ઘટના બની હતી 

આ સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઘટના બાદ મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. કેટલાકે ફરી મુસાફરી કરવાનો ડર પણ વ્યક્ત કર્યો હતો. ગયા વર્ષે દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા ખાતે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં ઘણી બારીઓને નુકસાન થયું હતું. માલદામાં પણ આવી જ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે  પશ્ચિમ બંગાળ સિવાય અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે.

અગાઉ પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે

ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી પૂર્વ ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વંદે ભારત ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ આ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ પછી બંગાળની સરહદને અડીને આવેલા બિહારના કિશનગંજ જિલ્લા પાસે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે તેના કાચ તૂટી ગયા.