×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ બજેટ આત્મનિર્ભર ભારતનું વિઝન, જેના દિલમાં ગામડુ ને ખેડૂત છે : વડપ્રધાન મોદી

નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2021, સોમવાર

નિર્મલા સીતીરમને આજે સામાન્ય બજેટ રજૂ કર્યા બાદ તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટથી દેશનો આત્મવિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સંકટના આ સમયમાં આ બજેટ આત્મનિર્ભર ભારતનું વિઝન છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટથી કોરોના સામે લડવામાં મદદ મળશે. જેનાથી આત્મનિર્ભરતા વધશે. આ બજેટથી સ્વાસ્થ્ય સુવિધાઓને પણ મદદ મળશે. મહિલાઓ માટે આ બજેટમાં સુવિધાઓ અને સમાનતા લાવવાનો પ્રયત્ન કરાયો છે. આ બજેટ વડે યુવાનોને નવા અવસર મળશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં પણ મદદ મળશે.

તેમણે આગળ કહ્યું કે દેશના કૃષિ ક્ષેત્રને મજબૂતી આપવા અને ખેડૂતોની આવક વધારવા માટે બજેટમાં ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોને સરળતાથી ને વધારે લોન મળી શકશે. દેશની એપીએમસી માર્કેટને મજબૂત કરવા માટે બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે. આ બધા નિર્ણય જણાવે છે કે આ બજેટના દિલમાં ગામડું અને ખેડૂતો છે.

તેમણે આગળ કહ્યું કે કોરોનાના કારણે ઘણા બધા નિષ્ણાંતો એવું માનીને ચાલતા હતા કે સરકાર સામાન્ય નાગરિકો ઉપર વધારોનો ભાર નાંખશે, પરંતુ રાજકોષીય સ્થિરતા પ્રત્યે પોતાની ફરજોને ધ્યાનમાં રાખીને સરકારે બજેટનું કદ વધારવા અંગે જોર આપ્યું છે. વડાપ્રધાને આવા વિકાસશીલ બજેટ માટે નાણા મંત્રી નિર્મલા સીતારમન ને તેમની ટીમને શુભેચ્છા આપી હતી.