×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ગુરૂકુલના 75 વર્ષ એવા સમયે પૂર્ણ થયા જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ મનાવે છેઃ મોદી

Image: Fcaebook


આજ રોજ રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનનો અમૃત મહોત્સવ શરૂવાત કરવામાં આવી હતી. આ  મહોત્સવની શરૂઆત વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલ સંબોધનથી કરી હતી. આજથી શરુ થયેલ આ મહોત્સવ 26 તારીખ સુધી યોજાશે. રાજકોટ ખાતે આવેલા આ  ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ  હાજરી આપી હતી. 

સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના આ અમૃત મહોત્સવમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલ સંબોધન કર્યું હતું, જેમાં મોદીએ સંબોધનની શરૂઆત "જય સ્વામીનારાયણ" કહી કરી હતી. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાજકોટ ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે શુભેચ્છા  પાઠવી હતી. તેમજ તેમના સંબોધનમાં તેમણે મહાન સંતોને યાદ કર્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયે સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખવા મહત્વનું કામ કર્યું છે. તે સાથે તેમણે કહ્યું કે, આ સંસ્થાનું આગામી ભવિષ્ય યશસ્વી હશે. 

દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદ દાસજી સ્વામી, ધર્મવલ્લભ સ્વામી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. મોદીએ કહ્યું કે, આ સંસ્થાના  75 વર્ષ એવા સમયે પૂર્ણ થાય છે, જયારે દેશ તેમના 75 વર્ષ પૂર્ણ થયા તેની  ઉજવણી કરી રહ્યું છે. આ સુખદ સહયોગ તો છે પરંતુ તેની સાથે સુખદ સુયોગ પણ છે. આ સુયોગ સંસ્કૃતિ અને સમર્પણનો છે. આઝાદી પછી ભારતીય મુલ્યો અને આદર્શોને સચવા આ સંસ્થાએ પાયો મજબુત કર્યો છે. ધર્મદાસજી સ્વામીનું વિઝનએ આધ્યત્મ સાથે આધુનિકતાથી ભરેલું હતું. આજે તેમણે વાવેલા બીજ રૂપી વિચાર વૃક્ષ આપણી સામે દેખાઈ રહ્યા છે.