×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામ પોલીસની મોટી કાર્યવાહી, પાકિસ્તાની એજન્ટોને સિમકાર્ડ સપ્લાય કરતાં 5ની ધરપકડ

image : Envato 


આસામ પોલીસને મોટી સફળતા મળી છે. આસામ પોલીસે પાકિસ્તાની એજન્ટોને કથિત રીતે સિમ કાર્ડ સપ્લાય કરવાના આરોપમાં નાગાંવ અને મોરીગાંવ જિલ્લામાંથી પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી છે.

પોલીસે મોબાઈલ ફોન, સિમ કાર્ડ પણ કબજે કર્યા 

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી વિદેશી દૂતાવાસો સાથે સંરક્ષણ માહિતી શેર કરવા માટે ઉપયોગમાં લેવાતા હેન્ડસેટ સહિત અનેક મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આસામ પોલીસના પ્રવક્તા પ્રશાંત ભુઈયાએ જણાવ્યું હતું કે ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સ્ત્રોતોના ઈનપુટ્સના આધારે મંગળવારે રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન આ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી

આસામ પોલીસના પ્રવક્તા પ્રશાંત ભુઈયાએ જણાવ્યું હતું કે માહિતી પ્રાપ્ત થઈ હતી કે આ બે જિલ્લાના લગભગ 10 લોકો છેતરપિંડીથી વિવિધ સેવા પ્રદાતાઓ પાસેથી સિમ કાર્ડ મેળવવામાં અને કેટલાક પાકિસ્તાની એજન્ટોને સપ્લાય કરવામાં સામેલ હતા. આ આરોપીઓ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. જે બાદ મંગળવારે રાત્રે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ નાગાંવ અને મોરીગાંવના રહેવાસી છે

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નાગાંવના આશિકુલ ઈસ્લામ, બદરુદ્દીન, મિઝાનુર રહેમાન અને વહિદુજ જમાન અને મોરીગાંવના બહારુલ ઈસ્લામ તરીકે થઈ છે. ધરપકડ કરાયેલા લોકોના ઘરોમાંથી 18 મોબાઈલ ફોન, 136 સિમ કાર્ડ અને અન્ય પાંચ ફરાર આરોપીઓના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય એક ફિંગરપ્રિન્ટ સ્કેનર, એક હાઇટેક CPU અને જન્મ પ્રમાણપત્ર, પાસબુક અને ફોટોગ્રાફ્સ જેવા કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

IB અધિકારીઓ આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે

પૂછપરછ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે આશિકુલ ઇસ્લામ બે IMEI નંબરવાળા મોબાઇલ હેન્ડસેટનો ઉપયોગ કરતો હતો, જેનાથી એક વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો, જેનાથી વિદેશી દૂતાવાસ સાથે સંરક્ષણની માહિતી શેર કરાઈ હતી. ભુઈયાએ જણાવ્યું કે તેમના કબજામાંથી ચોક્કસ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અન્ય ધરપકડ કરાયેલા લોકો પણ આ કનેક્શનમાં ટેકનિકલી સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આઈબીના અધિકારીઓ સાથે સઘન પૂછપરછ ચાલી રહી છે.