×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામ: ચા વાળાનુ જુઠ્ઠાણુ પકડાયુ, ફર્સ્ટ અટેમ્પ્ટમાં નીટ ક્લિયર કરવાની કહાની ખોટી નીકળી


ગુવાહાટી, તા. 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર

આસામમાં એક કથિત મેડિકલ સ્ટુડન્ટની કહાની કેટલાક દિવસથી ચર્ચામાં હતી. ચા વેચનાર તે યુવક અનુસાર તેમણે પહેલી ટ્રાયલમાં NEET ક્લિયર કરી લીધી હતી. સીએમ હિમાંતા બિસ્વા સરમાથી લઈને અન્ય ભાજપ નેતા તે યુવકના વખાણ કરતા થાકી રહ્યા નહોતા. જોકે, હવે સામે આવ્યુ છે કે તે ચા વાળાની કહાની એક કહાની જ છે જેનુ વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. 

ઘટના સમગ્ર રીતે મુન્નાભાઈ એમબીબીએસ વાળી છે જેમાં મુન્નાભાઈ ના માત્ર ઘરનાને પરંતુ મીડિયા અને સરકારને પોતાના ડોક્ટર હોવાની વાત પર વિશ્વાસ અપાવીને મૂર્ખ બનાવતા રહ્યા. જોકે લગભગ એક અઠવાડિયાથી પાથાચરકુચી નિવાસી 24 વર્ષીયના રાહુલ કુમાર દાસ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર દાવો કરાઈ રહ્યો હતો કે ગરીબ ચા વિક્રેતાએ એક જ વારમાં નીટ ક્લિયર કરી લીધી અને પ્રતિષ્ઠિત એઈમ્સમાં બેઠક પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા.

રાહુલે મીડિયાને રેકોર્ડ બતાવ્યો હતો. રાહુલ દ્વારા બતાવવામાં આવેલા કાર્ડમાં પણ આ નંબર હતો પરંતુ ક્રોસ વેરિફિકેશનથી જાણ થઈ કે આ હરિયાણાની કિરણજીત કૌરનો રોલ નંબર હતો. નીટ કરનાર આસામના વિદ્યાર્થીઓના એક ગ્રૂપે સૌથી પહેલા મીડિયા સમક્ષ એ દાવો કર્યો હતો કે રાહુલના દાવા નકલી છે. કેટલાક સ્ત્રોતો દ્વારા જ્યારે વેરિફાઈ કરવામાં આવ્યુ તો જાણ થઈ કે રાહુલના એડમિટ કાર્ડમાં હેરાફેરી કરવામાં આવી હતી.