×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામઃ 6-7 જાન્યુઆરીના રોજ સરકારી કર્મચારીઓને મળશે ખાસ રજા, કારણ જાણીને તમે પણ કહેશો 'વાહ'


- જોકે જેમના માતા-પિતા કે સાસુ-સસરા આ દુનિયામાં હયાત ન હોય તેમને આ રજાનો લાભ નહીં મળે

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી, 2022, સોમવાર

કોરોના સંક્રમણના આ મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવું કેટલું જરૂરી છે તે સૌ સમજે છે. આ બધા વચ્ચે આસામ સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ તમામ સરકારી કર્મચારીઓને 2 દિવસની ખાસ રજા આપવાની જાહેરાત કરી છે. આ ખાસ રજા 6 અને 7 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. 

મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટ્વિટમાં લખ્યું હતું કે, આ રજાઓ માતા-પિતા કે સાસુ-સસરા સાથે સમય વિતાવવા માટે આપવામાં આવી રહી છે. તેમણે લખ્યું હતું કે, '6 અને 7 જાન્યુઆરીના રોજ ખાસ રજાઓ છે. આ દિવસે આસામના તમામ સરકારી કર્મચારીઓ પોતાના માતા-પિતા કે સાસુ-સસરા સાથે ક્વોલિટી સમય વિતાવે.'

જાણવા મળ્યા મુજબ ટોપ સિવિલ સેવા અધિકારીથી લઈને ફોર્થ ગ્રેડ સુધીના તમામ કર્મચારી તેનો લાભ ઉઠાવી શકશે. જોકે જેમના માતા-પિતા કે સાસુ-સસરા આ દુનિયામાં હયાત ન હોય તેમને આ રજાનો લાભ નહીં મળે. મતલબ કે, આ રજાઓને અન્ય કોઈ કામમાં નહીં વાપરી શકાય. 

આસામ સરકારે ગત વર્ષે નવેમ્બર મહિનામાં એવો નિર્ણય લીધો હતો કે, રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને 2 દિવસની ખાસ રજાઓ આપશે જેમાં તેઓ પોતાના પરિવારજનો સાથે સમય વિતાવી શકશે. આ નિર્ણયને હવે નવા વર્ષના પહેલા મહિનામાં જ લાગુ કરવામાં આવ્યો છે. 

કર્મચારીઓને 6 અને 7 જાન્યુઆરીના રોજ રજા મળશે તેનાથી ખૂબ ફાયદો થશે કારણ કે, 8મી તારીખે સેકન્ડ સેટરડે છે અને 9મી તારીખે સન્ડે છે. તેવામાં સૌ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે 4 દિવસની રજાઓ માણી શકશે.