×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલે PM મોદીનો રોડ શો, કર્ણાટકમાં સુરક્ષામાં ચૂક બાદ દિલ્હીમાં કડક બંદોબસ્ત

નવી દિલ્હી, તા.15 જાન્યુઆરી-2023, રવિવાર

શિયાળાની રજાઓ બાદ ઘણા સ્થળોએ શાળાઓ ખુલી રહી છે, ત્યારે 16મી જાન્યુઆરી એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવાના છે. આવતીકાલે PM મોદીનો રાજધાની દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી રોડ-શો યોજાશે. આ રોડ શો બપોરે 3 વાગ્યાની આસપાસ શરૂ થવાનો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે, સંસદ માર્ગ પરના કેટલાક રસ્તાઓ બપોરથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે અને ઘણા સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.

દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી

દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે, PM મોદીનો રોડ શો જે માર્ગો પરથી પસાર થવાનો છે ત્યાં ભારે ભીડ જામી શકે છે, તેથી દિલ્હી ટ્રાફિક પોલીસે બાબા ખરક સિંહ માર્ગ, આઉટર સર્કલ કનોટ પ્લેસ, શંકર રોડ, મિંટૂ રોડ, મંદિર માર્ગ, બારાખંબા રોડ, પંચકુઈઆન રોડ, રાયસીના રોડ, ટોલસ્ટોય રોડ જનપથ, ફિરોઝશાહ રોડ, રફી માર્ગ, રાણી ઝાંસી રોડ, ડીબીજી ચેમ્સફોર્ડ રોડ, ભાઈ વીર સિંહ માર્ગ, DDU માર્ગ, રણજીત સિંહ માર્ગ, ફ્લાયઓવર તાલકટોરા રોડ અને પંડિત પંત માર્ગ પર લોકોને જવાનું ટાળવા જણાવ્યું છે.

કર્ણાટકમાં રોડ શો દરમિયાન PM મોદીની સુરક્ષામાં ચૂક

તાજેતરમાં જ કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો, જેમાં એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવી ગયો હતો. આ વ્યક્તિ નજીક આવતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી અને તુરંત તે વ્યક્તિને દૂર લઈ ગયા હતા. આ ઘટનાને ધ્યાને લઈ દિલ્હીમાં રોડ શો દરમિયાન સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.