×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી સુરતમાં સીટી બસ અને BRTS બંધ, સિનેમા હોલ અને જિમ પણ બંધ

સુરત, તા. 17 માર્ચ 2021, બુધવાર

ગુજરાત રાજ્યમાં કોરોના કેસનો આંકડો આજે ફરીથી ચારા ડિજિટમાં પહોંચ્યો છે. ઘણા લાંબા સમય બાદ આજે રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 1000ને પાર ગયો છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા ફરીથી વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. કોરોનાના સૌથી વધારે કેસ સુરતમાં સામે આવી રહ્યા છે.

સુરતમાં પણ વિવિધ પ્રતિબંધો લાગી રહ્યા છે.  આ જ કડીમાં સુરત મહાનગરપાલિકાએ આવતી કાલથી સીટી બસ અને BRTS સેવાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી સુરતમાં અનિશ્ચિત સમય માટે સીટી બસ અને BRTS બસોને બંધ કરાવોન નિર્ણય કરાવામાં આવ્યો છે.

માત્ર આટલું નહીં પરંતુ કોરોના કેસ વધવાને કારણે હવે સિનેમા હોલ, જિમ, ગેમઝોન અને બેન્કવેટ હોલને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બરાબર એક વર્ષ પહેલા આજના દિવસે જ સુરતમાં રાજ્યનો પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો. ત્યારે ફરીથી હવે કોરોનાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે.

આજે સુરત શહેરમાં 300 કરતા વધારે કેસો નોંધાયા છે. દિન પ્રતિદિન વધી રહેલા આ કોરોના કેસોને કારણે પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. સુરતમાં કોરોના સંક્રમણ ફરીથી વધતા સુરત મહાનગર પાલિકા વિસ્તારની જવાબદારી એમ. થેન્નારસનને સોંપવામાં આવી છે. તેઓ આવતીકાલથી સુરત આવી જશે અને સુરત મહાનગર પાલિકાની તમામ કામગીરી પર નજર રાખશે.