×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇંજેક્શન નહીં મળે, સુરત સિવિલમાં પણ જથ્થો ખુટ્યો

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોના કહેર બનીને તુટ્યો છે. દરેક શહેરોની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. કરોનાના દર્દીઓ માટે અત્યારે રેમડેસિવિર ઇંજેક્શન લેવા માટે તેમના પરિજનો આમથી તેમ દોડી રહયા છે. કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે અને છતા ઇંજેક્શન મળતા નથી. એકબાજુ સરકાર કહે છે કે રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શનની કોઇ અછત નથી, તો બીજી તરફ એવા બે સમાચાર આવ્યા ચે જેનાથી સરકારની પોલ છતી થઇ છે.


અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ કે, જ્યાં રેમડેસિવિર ઇંજેક્શન લેવા રાજ્યભરમાંથી લકો આવે છે અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે આવતીકાલથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇંજેક્શન મળશે નહીં. ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાતા આ નિર્ણય લવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી ઝાયડસ બહાર રેમડેસિવિર ઇંજેક્શન લેવા માટે લોકોની લાંબી લાઇન લાગે છે.

તો આ તરફ સુરતમાં પણ રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. જેના કારણે સુરત સિવિલ અને સ્મિમેર હોસ્પિટલ પાસે પણ વધારાનો જથ્થો નથી. જેના કારણે હવે સુરતની ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇંજેક્શનની ફાળવણી બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથ સુરત સિવિલ દ્વારા ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇંજેક્શન આપવામાં આવતા હતા.

કોરોનાના ભરડામાં આવેલા ગુજરાતના લોકો માટે અત્યારે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. એક તરફ કરોનાના કેસ રેકોર્ડ તોડી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી રાહત આપતા રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. સરકાર રેમડેસિવિરની પૂર્તિ કરવામાં નિષ્ફળ ગઇ છે.