×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય : PM મોદી


અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2022 શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધુ છે. PM મોદીએ થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કર્યુ.

PM મોદી થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યા બાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. દરમિયાન PM મોદીએ એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પોતાનો કાફલો રોકી દીધો હતો. જેના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યા છે.

PM મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મેટ્રોમાં પ્રવાસ કરતા વિદ્યાર્થીઓને હુ એક રિકવેસ્ટ કરુ છુ કે, આ મેટ્રો સ્ટેશન કેવી રીતે આકાર પામ્યું. ખોદકામ કેવી રીતે કર્યું, ટનલ કેવી રીતે બની આ તમામ બાબતો જાણે. શિક્ષણ વિભાગને પણ વિનંતી કરું છું કે, વિદ્યાર્થીઓને માત્ર ટ્રેનમાં જ મુસાફરી ન કરાવતા આ મેટ્રો આકાર કેવી રીતે પામી તેની જાણકારી પણ મેળવે.

વધુ વાંચો: PM મોદીના હસ્તે ગાંધીનગર-મુંબઈ 'વંદે ભારત એક્સપ્રેસ'નો પ્રારંભ

PM મોદીના સંબોધનના અંશો

- 'આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય.'

- 'વંદે ભારત ટ્રેન કરતાં એરપ્લેનમાં 100 ગણો અવાજ થાય છે. હવે જેમને પ્લેનમાં જવાની ટેવ છે તેઓ હવે ટ્રેનમાં જશે.'

- ગાંધીનગર સુધી લંબાવાશે મેટ્રો, નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. 

- વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.

- 'કોઈ બહારથી વંદે ભારત એક્સપ્રેસથી આવે તો સીધું મેટ્રોમાં બેસીને અમદાવાદમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.'

- 21મી સદીના ભારતના શહેરોને નવી ગતિ મળશે. શહેરોને આધુનિક બનાવવા જરૂરી છે. 

પીએમ મોદીએ મેટ્રો અને વંદે ભારત ટ્રેનની મુસાફરીનો અનુભવ કહેતા કહ્યુ કે, નિયત સમય કરતા 20 મિનિટ પહેલા આ ટ્રેનમાં મુસાફરી કરીને જ પહોંચ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ અમદાવાદની ઓળખ અમદાવાદનો રિક્ષા વાળો હતો..જે હવે અમદાવાદની મેટ્રોવાળો કહેવાશે.

અમદાવાદીઓને સો સો સલામ 

અરે મારા અમદાવાદીઓ, મારે આજે તમને સો સો સલામ કરવી છે. નવરાત્રિનો તહેવાર હોય, રાત આખી દાંડિયા ચાલતા હોય અને આટલી ગરમી વચ્ચે વિશાળ જનમેદની મેં પહેલીવાર જોઈ છે.