×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્યન ખાન આજે નહીં છૂટે, જેલમાં ના પહોંચી જામીનના આદેશની નકલ


મુંબઈ, તા. 29 ઓક્ટોબર 2021 શુક્રવાર

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની મુક્તિ 29 ઓક્ટોબરે થઈ શકી નહીં. કિંગ ખાન સહિત ફેન્સ મુક્તિની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જામીન ઓર્ડર કૉપી એનડીપીએસ કોર્ટમાંથી આર્થર રોડ જેલમાં 5.30 વાગ્યા સુધી પહોંચી નહીં. જેના કારણે જામીન મળ્યા બાદ પણ આર્યન ખાનને આજની રાત જેલમાં પસાર કરવી પડશે.

આર્થર રોડ જેલના અધિકારીઓએ એ કન્ફર્મ કરી દીધુ છે કે શુક્રવારની રાત આર્યન ખાનને જેલમાં જ પસાર કરવી પડશે. શનિવારે 11 વાગ્યા બાદ કોઈ પણ સમયે આર્યનની મુક્તિ થઈ શકે છે.

સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને જામીન મળી ગયા છે. મન્નતમાં ખુશીનો માહોલ છે. ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટમાંથી ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ શુક્રવારે જસ્ટિસ નિતિન સામ્બ્રેએ આર્યન ખાનના જામીન ઓર્ડર બપોર સુધી જારી કર્યા. જેલમાંથી જામીનની તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ હવે આર્યન ખાન મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવવાના છે.

પર્સનલ બોન્ડની થઈ રહી રજિસ્ટ્રી

આર્યન ખાનના જામીનની પ્રક્રિયા ચાલી અને આશા રાખવામાં આવી રહી હતી કે આર્યન આજે જ જેલમાંથી છૂટી જાય. એક લાખ રૂપિયાના બોન્ડની રજિસ્ટ્રીની પ્રક્રિયા ચાલી. આ એક લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ જ આર્યન ખાનને જેલમાંથી છોડવામાં આવી રહ્યા છે.

કોર્ટે માગ્યા ડિટેલ ઓર્ડર, આર્યનના વકીલે આપ્યો જવાબ

NDPS કોર્ટના જજે આર્યન ખાનના વકીલને પૂછ્યુ, ક્યાં છે ડિટેલ ઓર્ડર, આના જવાબમાં સતીશ માનશિંદેએ કહ્યુ કે અમારી પાસે ઑપરેટિવ ઓર્ડર છે. આર્યન ખાનને જામીન આપવા માટે ડિટેલ ઓર્ડરની કોપી કોર્ટમાં પહોંચાડવી ઘણી જરૂરી છે. 5.30 વાગ્યા સુધી જામીનની ડિટેલ ઓર્ડર કોર્ટને આપવી પડશે નહીં તો આર્યનની જામીનમાં મુશ્કેલી પડી શકે છે. સતીશ માનશિંદેએ કોર્ટને જણાવ્યુ કે મારા પેપર્સ કમપ્લીટ છે. સ્યોરટી તરીકે જુહી ચાવલા છે.

જૂહી ચાવલા બની જામીન

આર્યન ખાનને જામીન મળી ગયા છે તેને એક લાખ રૂપિયાના બોન્ડ પર સશરત જામીન આપવામાં આવ્યા છે. અભિનેત્રી અને શાહરૂખ ખાનની નજીકની મિત્ર જૂહી ચાવલા આર્યનની તરફથી જામીન બન્યા છે.