×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્નોલ્ટને પછાડી મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, નેટવર્થમાં થયો આટલો વધારો



એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી ટોપનું સ્થાન હાંસલ કરી લીધું છે. બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, $187 બિલિયનની નેટવર્થ સાથે, મસ્ક ફરી એકવાર ધનિકની યાદીમાં પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું છે. તેણે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ ફાઈનાન્સના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે, જે ગયા વર્ષે અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચ્યા હતા.

2 મહિનામાં આટલી સંપત્તિમાં વધારો થયો 
આ વર્ષની શરૂઆતમાં એલોન મસ્કની કુલ સંપત્તિ 137 અબજ ડોલર હતી.  બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિમાં માત્ર 2 મહિનામાં $50 બિલિયનથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. હવે તેમની સંપત્તિ $187 બિલિયન પર પહોંચી ગઈ છે. બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ આ વર્ષે $23.3 બિલિયન વધીને $185 બિલિયન પર પહોંચી ગઈ છે. જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ 117 અબજ ડોલર છે. બિલ ગેટ્સ $114 બિલિયનની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે. 

એલોન મસ્કની નેટવર્થમાં થયો વધારો 
ગયા વર્ષે મસ્કે સૌથી વધુ સંપત્તિ ગુમાવવી અને એ મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે નેટવર્થમાં વધારો થયો હતો.