×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આપણો એકપણ સૈનિક શહિદ થયો નથી : રાજનાથ સિંહ

IMAGE : LOKSABHA TWITTER












નવી દિલ્હી, 13 ડિસેમ્બર 2022, મંગળવાર

અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યુ હતુ કે આપણો એકપણ સૈનિક શહિદ થયો નથી અને બંન્ને દેશો વચ્ચે ફ્લેગ મિટીંગ પણ થઈ હતી. રક્ષામંત્રીએ સેનાના આ શૈાર્યને અભિનંદન પાઠવ્યા હતા. ચીને સરહદમાં ઘુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે ચીનના સૈનિકોને પરત જવુ પડ્યુ હતુ તેમ રક્ષામંત્રીએ કહ્યુ હતુ. આ પહેલા વિપક્ષે હંગામો કર્યો હતો જેનો રક્ષામંત્રીએ જવાબ આપ્યો હતો. શુક્રવારે ભારતીય સૈનિકોએ ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગત્સે વિસ્તારમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ચીની સૈનિકો ભારતીય સેનાની પોસ્ટ હટાવવા આવ્યા હતા પરંતુ ભારતીય સૈનિકોની તત્પરતાએ ચીની સૈનિકોની યોજનાને બરબાદ કરી દીધી હતી. વિપક્ષના હંગામા વચ્ચે સંસદના બન્ને ગૃહમાં રક્ષામંત્રીએ જવાબ આપ્યો હતો

ક્લેમ લાઇન સુધી 2006થી પેટ્રોલિંગ થાય છે : ભારતીય સેના
ભારતીય સેનાએ આ વિશે કહ્યું કે અમે ચીનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં LAC ને અડીને કેટલાક વિસ્તારો છે, જે તમામ ક્ષેત્રોમાં આવે છે. અહીં બંને દેશો વચ્ચે અલગ ધારણા જોવા મળી રહી છે. બંને દેશો પોતપોતાની બાજુઓ પર ક્લેમ લાઇન સુધી પેટ્રોલિંગ 2006થી કરે છે. શુક્રવારે ચીનના સૈનિકોએ એલએસી સેક્ટરમાં આગળ વધ્યા, જેનો સામનો અમારી સેનાએ ખૂબ જોર અને તાકાત સાથે કર્યો. બાદમાં બંને દેશના સૈનિકો ત્યાંથી પાછળ હટી ગયા હતા. ફોલોઅપ તરીકે ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી. અને શાંતિની ચર્ચા થઈ હતી.