×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘આપણે તુર્કેઈની મદદ કરી શકીએ તો પાકિસ્તાનની કેમ નહીં’ : દિગ્ગજ નેતાની કાશ્મીર સમસ્યા હલ કરવા સલાહ

નવી દિલ્હી, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વર્તમાન પ્રમુખ અને સાંસદ ડો.ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ચીન આપણી સરહદની અંદર બેઠું છે, આપણે તેની સાથે વાત કરી રહ્યા છીએ પરંતુ પાકિસ્તાન સાથે વાત કરી રહ્યા નથી. પાકિસ્તાન વાત કરવા તૈયાર છે. તેઓ વિચારે છે કે તેઓ ધર્મયુદ્ધ લડીને ચૂંટણી જીતી લેશે, પણ આ ખોટું છે, કંઈ થશે નહીં. તેમણે કહ્યું કે, આપણે તુર્કેઈની મદદ કરવા માટે પહેલા પહોંચી ગયા, પરંતુ આપણે આપણા પડોશીઓની મદદ કેમ કરી શકતા નથી, આપણે કરવી જોઈએ.


Image - Farooq Abdullah Facebook

ફારુક અબ્દુલ્લાએ ક્યાં કહ્યું આ વાત

દિલ્હીમાં રૉના પૂર્વ પ્રમુખ એ.એસ.દુલતના પુસ્તક ‘એ લાઇફ ઇન ધ શેડોઝ: અ મેમોઈર’ના વિમોચન કાર્યક્રમ દરમિયાન 82 વર્ષના અબ્દુલા કહ્યું કે, દુલત 2000માં નિવૃત્ત થયા હતા. ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, ભારત એક અનોખો દેશ છે અને તેનું કારણ એ છે કે આપણે બધા સાથે મળીને વિચારીએ છીએ... આપણે ગાંધીના સપનાના ભારતમાં પાછા ફરવું પડશે... જો દેશની પ્રગતિ કરવી હોય તો વિભાજન સમાપ્ત કરવું પડશે. જ્યાં સુધી આપણે એક થઈશું નહીં થઈએ ત્યાં સુધી દેશ ક્યારેય મજબૂત નહીં થાય.

કાર્યક્રમમાં તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે, કાશ્મીરની સમસ્યાનો અંત નહીં આવે... અને મને એ કહેતા દુ:ખ થાય છે કે જ્યાં સુધી આપણે આપણા પાડોશી સાથે વાત કરીને આ સમસ્યાનો ઉકેલ નહીં લાવીએ ત્યાં સુધી આતંકવાદ યથાવત્ રહેશે. વાસ્તવિક સમાધાન નહીં નિકળે...

Image  - wikipedia

અટલ બિહારી વાજપેયીને આપી હતી આ સલાહ

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1999માં પાકિસ્તાનની મુલાકાત પહેલા તેમની સલાહ માંગી હતી ત્યારે તેમણે બંને દેશોને એક થવાનો એક જ સંદેશ આપ્યો હતો. ફારુક અબ્દુલ્લાએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, PM મોદીએ પણ તાજેતરમાં જ કહ્યું હતું કે યુદ્ધ કોઈ પણ વસ્તુનો ઉકેલ નથી. પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ આ સમયગાળા દરમિયાન દેશમાં ચાલી રહેલી કેટલીક વર્તમાન ઘટનાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બંધારણ સાથે રમત રમાઈ રહી છે. હું ક્યારેય આ વિશે વિચારી પણ શકતો ન હતો.