×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકારનો સંકલ્પ, આ યોજના માટે રૂ. 144 કરોડથી વધુની જોગવાઈ


ગાંધીનગર

રાજ્ય સરકારે આદિજાતિ બાળકોના માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આદિજાતિના 14 જિલ્લાઓમાં ધોરણ-1 થી ૮માં અભ્યાસ કરતાં 8724 શાળાઓના 7.64 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 11,266 લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ આપવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદી દ્રારા વર્ષ 2007માં બે તાલુકાથી યોજના શરૂ કરાવી હતી. 

74.71 લાખ આદિજાતિ બાળકોને લાભ આપવામાં આવ્યો

હાલ આ યોજનામાં હવે 14 જિલ્લાના કુલ-52 તાલુકાને આવરી લેવાયા છે. આ યોજના હેઠળ વર્ષ 2014-15 થી 2022-23 સુધીમાં કુલ 769 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 74.71 લાખ આદિજાતિ બાળકોને લાભ આપવામાં આવ્યો છે.

બજેટમાં 8 લાખ બાળકોને યોજનાનો લાભ પહોંચાડવા 144 કરોડ રૂપિયા ફાળવ્યા 

બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે સપ્તાહના 5 દિવસ દૈનિક 200 ગ્રામ મુજબ વાર્ષિક 200 દિવસ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.  ચાલુ વર્ષના બજેટમાં 8 લાખ બાળકોને યોજનાનો લાભ પહોંચાડવા 144 કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનાના લાભમાં દાહોદ જિલ્લો પ્રથમ નંબરે 

યોજનાના પરિણામ સ્વરૂપે બાળકોમાં ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે નિયમિત હાજરી, સ્વાસ્થ્ય અને ખાસ કરીને આંખોના તેજ-દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે. આ યોજનાનો લાભ લેવામાં સમગ્ર રાજ્યમાં દાહોદ જિલ્લો 1.84 લાખથી વધુ બાળકો સાથે પ્રથમ સ્થાને જોવા મળે છે.