×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આત્મનિર્ભર ભારત : બેટરી સ્ટોરેજને લઇને મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, હવે દેશમાં જ ઉત્પાદન શરુ થશે

- 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને કેબિનેટે મંજૂરી આપી

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

કેન્દ્રિય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજના ઉત્પાદનને વધારવા માટે 18,100 કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને આજે મંજૂરી આપી છે. જેનાથી 50,000 મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં દેશને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. 

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે બેટરી સ્ટોરેજ ઘણો મહત્વપૂર્ણ છે. આજે 20 હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઇ ઘઓષિત કરી છે, તેના વડે આ આયાત ઓછી થઇ જશે. સાથે જ ભરતમાં ઉત્પાદન પણ વધી જશે.

જાવડેકરે કહ્યું કે આનાતી ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન વધશે. લાંબા સમય સુધી ચાલવાવાળી અને જલ્દી ચાર્જ થનાર બેટરીની આજના સમયમાં જરુરિયાત છે. આ સિવાય ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા છે. જેના વડે લગભગ 1,36,000 ગાવોટ સોલાર વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજળીનો આપણે માત્ર દિવસમાં જ વપરાશ કરી શકીએ છીએ પરંતુ રાતમાં નહીં. જો આ ગ્રિડમાં ક્યારેક બેલેન્સિંગનું કામ કરવું હોય ત્યારે જો બેટરી સ્ટોરેજ હોય તો કામ આવશે. 

આ સિવાય બેટરી સ્ટોરેજની શિપિંગ અને રેલવેમાં ઘણા ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ બનશે.