×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતંકવાદ સામે લડવા કાશ્મીરમાં મોટો પ્લાન : પૂર્વ સૈનિકને SLR, ગ્રામજનોને અપાઈ બંદૂક

જમ્મુ-કાશ્મીર, તા.09 જાન્યુઆરી-2023, સોમવાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો મુકાબલો કરવા મોટી યોજના બનાવવામાં આવી છે. અહીં દેશની સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (CRPF) ગ્રામ વિકાસ સમિતિ હેઠળ ગ્રામજનોને શસ્ત્રો ચલાવવાની ટ્રેનિંગ આપશે. તાજેતરમાં જ જમ્મુના પુંછ અને રાજૌરીમાં થયેલા ભયાનક હત્યાકાંડ બાદ આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રાજૌરી જિલ્લાના ધનગરીમાં તમામ એક ગ્રામ રક્ષા સમિતિના એક સભ્યને SLR રાઈફલો જ્યારે કેટલીક ગ્રામ રક્ષા સમિતિઓના બેથી ત્રણ સભ્યોને સ્વચાલિત રાઈફલ્સ પણ અપાઈ છે.

પૂર્વ સૈનિકોને સોંપાઈ જવાબદારી

રાજૌરી જિલ્લાના ધનગરી ગામમાં સોમવારે એક વિશેષ શિબિર યોજાઈ હતી. આતંકી હુમલા સમયે પોતાની સુરક્ષા કરી શકે તે આશયથી આ શિબિરમાં લગભગ 100 VDC સભ્યોને નવા શસ્ત્રો અપાયા હતા. આ 100 સભ્યોમાંથી 40 પૂર્વ સૈનિકોને SLR શસ્ત્રો અપાયા છે. ઉપરાંત પોલીસ દ્વારા યોજાયેલી આ શિબિરમાં 60 સ્થાનિક લોકોને પણ શસ્ત્રો અપાયા છે. 

300 રાઈફલો, 40 સેલ્ફ-લોડિંગ રાઈફલો અપાઈ

અત્યાર સુધીમાં 303 રાઈફલો અપાઈ છે, જ્યારે 40 પૂર્વ સૈનિકોને સેલ્ફ-લોડિંગ રાઈફલો એટલે કે SLR બંદુકો અપાઈ છે. ઉપરાંત જે લોકો શસ્ત્ર ચલાવાના માહિર નથી તે લોકોને ગામના પૂર્વ સૈનિકો ટ્રેનિંગ આપશે. લોકોએ ગ્રામ રક્ષા સમિતિઓને શસ્ત્રો પુરા પાડવા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.