×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતંકવાદ મુદ્દે ચીન UNમાં ઉઘાડું પડ્યું! રઉફ અઝહરને બ્લેક લિસ્ટ કરવાના ભારતના પ્રસ્તાવને અટકાવ્યો

image : Twitter

 / Representative image 

આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદ અંગે ફરી એકવાર ચીન ઉઘાડું પડી ગયું છે. પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી અબ્દુલ રઉફ અઝહરને બ્લેક લિસ્ટમાં નાખવાના ભારતના પ્રસ્તાવ સામે ચીને અડિંગો નાખ્યો હતો અને વાંધો વ્યક્ત કર્યો. 

રઉફ અઝહર જૈશના વડા મસૂદ અઝહરનો ભાઈ છે

રઉફ અઝહર જૈશના વડા મસૂદ અઝહરનો ભાઈ છે. તે 1999માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી814ના અપહરણ, 2001માં સંસદ પર હુમલા અને 2016માં પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના મથક પર હુમલા સહિત ભારતમાં અનેક આતંકી હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો. 

અમેરિકાએ 2010માં રઉઝ અઝહર પર બૅન મૂક્યો હતો 

ઉલ્લેખનીય છે કે ચીને ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 આઈએસઆઈએલ અને અલ કાયદા પ્રતિબંધિત યાદીમાં રઉફ અઝહરને સામેલ કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ 2010માં રઉફ અઝહર પર બૅન મૂક્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં પણ ચીને રઉફ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને વીટો કરી અટકાવી દીધો હતો.