×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઝાદી પછી ભારતમાં 1456ને ફાંસીની સજા જયારે 61 ને ફાંસીના માંચડે લટકાવાયા


અમદાવાદ,18 ફેબ્રુઆરી,2022,શુક્રવાર 

અમદાવાદ બોંબ બ્લાસ્ટ 2008ના કેસના 49માંથી 38 આરોપીઓને ફાંસી આપવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. દુનિયાના કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ફાંસીએ મુત્યુદંડની મેથડ છે. અગાઉ નેશનલ લો યૂનિવર્સિટીના ડેથ પેનલ્ટી રિસર્ચ પ્રોજેકટમાં જણાવાયું હતું કે ભારતમાં ૧૯૪૭ થી ૨૦૧૫ સુધીમાં કુલ ૧૪૧૪ ગુનેગારોને ફાંસીની સજા થઇ જેમાંથી ૫૭ને ફાંસી આપવામાં આવી હતી.

એક માહિતી મુજબ છેલ્લા 17 વર્ષમાં 1300થી વધુને મુત્યુદંડની સજા થઇ જેમાંથી 8 ને ફાંસીએ લટકાવાયા છે. 2004માં બળાત્કાર અને હત્યાનો આરોપી ધનંજય ચેટરજી, 26 નવેમ્બર 2008ના મુંબઇ પરના આતંકી હુમલામાં પાકિસ્તાની નાગરિક અજમલ કસાબ, દેશની સંસદ પરના હુમલાનો કાવતરાખોર અફઝલ ગુરુ અને ૧૯૯૩ના મુંબઇ બોંબ બ્લાસ્ટના સુત્રધાર યાકુબ મેમણનો સમાવેશ થાય છે. છેલ્લે માર્ચ 2020માં નિર્ભયાકાંડના 4 ગુનેગારોને ફાંસી અપાઇ હતી.

વિશ્વમાં ભારત સહિત કુલ 53 દેશોમાં મુત્યુદંડની જોગવાઇ છે


ભારતમાં ફાંસીની સજાના રાજયવાર આંકડા જોઇએ તો ૨૦૧૫ સુધીમાં ઉત્તરપ્રદેશમાં ૩૯૫થી વધુને ફાંસીની સજા થઇ પરંતુ એક પણને માચડે લટકાવાયો નથી. બિહારમાં ૧૪૪,મહારાષ્ટ્રમાં ૧૨૯, તામિલનાડુમાં ૧૦૬ અને કર્ણાટકમાં ૧૦૩ને ફાંસીની સજા થઇ છે. વિશ્વમાં ભારત સહિત કુલ ૫૩ દેશોમાં મુત્યુદંડની જોગવાઇ છે. આતંકી પ્રવૃતિઓનો ભોગ બનેલા જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૭૦ વર્ષમાં ૪૭૦૦૦ થી લોકોના મોત થયા છતાં ફાંસી ભાગ્યે જ થઇ છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ ફાંસી ૧૫ નવેમ્બર ૧૯૪૯માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કેસમાં નથુરામ ગોડસેને આપવામાં આવી હતી અને છેલ્લી ફાંસી નિર્ભયાકાંડના ગુનેગારોને થઇ હતી. 

ભારતમાં જેલ મેન્યુઅલ મુજબ ફાંસીની સજા સવારમાં જ અપાય છે


વિશ્વમાં મુત્યુદંડની સૌથી પ્રચલિત મેથડ ફાંસી હંમેશા સવારમાં જ અપાય છે. ભારતમાં પણ જેલ મેન્યુઅલ મુજબ ફાંસીની સજાનો અમલ સવારમાં જ થયો છે. અંગ્રેજોના જમાનામાં પણ વહેલી સવારમાં જ  ફાંસી આપવામાં આવતી હતી. આ સમય પસંદ કરવા માટે સામાજિક અને વ્યહવારુ અભિગમ કારણભૂત મનાય છે. ફાંસી પછી મેડિકલ તપાસ, કાગળો તૈયાર કરવાની કામગીરીમાં સમય લાગે છે. વહેલી સવારે ફાંસી આપવાથી જે તે જેલ પ્રશાસનને આ માટે પુરતો સમય મળી રહે છે અને મૃતકના સગાને એ જ દિવસે લાશની અંતિમક્રિયામાં પણ સુગમતા રહે છે. 

ફાંસી સહિતની વિવિધ રીતથી મુત્યુદંડ આપવામાં ચીન સૌથી આગળ છે

ભારત ઉપરાંત મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને તાંઝાનિયામાં પણ ફાંસી અપાય છે

 વિશ્વની ૬૦ ટકા વસ્તી મુત્યુદંડ હેઠળ આવી જાય છે

 મુત્યુદંડની સૌથી પ્રચલિત મેથડ ફાંસી હંમેશા સવારમાં જ અપાય છે.

 માડાગાસ્કર, ગિનિયા, બુર્કિનાફાસો જેવા દેશોએ મુત્યુદંડની સજા નાબૂદ કરી છે