×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે SCO દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક, ભારત કરશે નેતૃત્વ, પાકિસ્તાન પણ થશે સામેલ

image : wikipedia


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA) અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની બેઠક આજથી નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને આ SCO બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ વખતે ભારત આ બેઠકનું આયોજન કરી રહ્યું છે. SCO ના આઠ સભ્ય દેશો છે. જેમાં ચીન, ભારત, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. 

NSA અજિત ડોભાલ કાર્યક્રમમાં સંબોધન કરી શકે છે 

ભારતના NSA અજીત ડોભાલ આજે શરૂ થનારી SCO NSA સ્તરની બેઠક પહેલા બેઠકમાં ઉદ્ઘાટન સંબોધન કરે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ પહેલા પાકિસ્તાને 'કાશી' (વારાણસી)માં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના પ્રવાસન તંત્રના વડાઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. એસસીઓની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ કરી હતી. બેઠકમાં '2023માં SCO સ્પેસમાં પ્રવાસન વિકાસના વર્ષ' માટેની કાર્ય યોજનાને પણ અપનાવવામાં આવી હતી.

ભારત હાલમાં SCOનું અધ્યક્ષ છે

ભારત હાલમાં આઠ દેશોના SCOનું અધ્યક્ષ છે અને શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. એક ઘટના સિવાય કે જેમાં ભારતનો ખોટો નકશો જારી કરવાના મુદ્દે પાકિસ્તાનને પ્રવેશ આપવામાં આવ્યો નહતો. આ ઉપરાંત, ઈસ્લામાબાદે મુખ્ય ન્યાયાધીશોની કોન્ફરન્સ અને ઉર્જા મંત્રીઓની બેઠક સહિત અન્ય તમામ કાર્યક્રમોમાં વીડિયો લિંક દ્વારા ભાગ લીધો છે. ભારતે 21 માર્ચે નવી દિલ્હીમાં આયોજિત લશ્કરી મેડિકલ, આરોગ્ય સંભાળ અને મહામારીમાં સશસ્ત્ર દળોના યોગદાન પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કોન્ફરન્સમાં પાકિસ્તાનની ભાગીદારીનો ઇનકાર કર્યો હતો.