×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ISRO નેવિગેશન સેટેલાઈટ NVS-01 કરશે લોન્ચ , NavICથી લેસ જવાનોની વધશે તાકાત

image : Twitter ISRO

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) NVS-01 નેવિગેશન (NavIC) ઉપગ્રહને આજે  અંતરિક્ષમાં લોન્ચ કરશે. આ ભારતીય પ્લેનેટોરિયમ NavIC સીરીઝના નેવિગેશનનો એક ભાગ છે. 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલની મદદથી સવારે 10:42 વાગ્યે  ઉડાન ભરશે. NVS-01 નાવિક સમૂહ માટે તૈયાર કરવામાં આવેલી બીજી પેઢીના ઉપગ્રહોમાંથી પહેલો છે જેને એડવાન્સ સુવિધાઓ સાથે નાવિક (NavIC)ને વધારે વિકસિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

શું છે નાવિક?

તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે Google મેપ કે Apple મેપનો ઉપયોગ તો કરતા જ હશો. તેને ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (GPS) કહેવાય છે, જે એક મફત સેવા છે. આ અમેરિકી સરકાર દ્વારા ઑર્બિટમાં ઉપગ્રહોની એક સીરીઝ મારફતે પ્રદાન કરવામાં આવે છે. હકીકતમાં, NavIC, GPSને ભારતનો જવાબ છે. NavIC ઈસરો દ્વારા વિકસિત એક પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભ્રમણકક્ષામાં સાત ઉપગ્રહોનો એક સમૂહ છે, જે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે મળીને કામ કરે છે. આ નેટવર્ક સામાન્ય ઉપયોગકર્તાઓ અને સામરિક ઉપયોગકર્તાઓ એટલે સશસ્ત્ર દળો બંન્ને માટે નૌવહન સેવાઓ પ્રદાન કરે છે.

આખા ભારત અને 1500 કિમી દૂર સુધી નેટવર્ક

સારી સ્થિતિ, નેવિગેશન અને ટાઈમિંગ માટે દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. તેના નેટવર્કમાં આખા ભારત અને ભારતીય સરહદથી 1500 કિમી સુધીના વિસ્તાર સામેલ છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, સિગ્નલ 20 મીટર કરતાં વધુ સારી રીતે યુઝર પોઝિશનની ચોક્સાઈ અને 50 નેનોસેકન્ડ કરતાં વધુ સારી સમયની ચોકસાઈ પ્રદાન કરવા માટે રચાયેલા છે. સિસ્ટમનો ઉપયોગ ભૂમિગત, હવાઈ અને દરિયાઈ પરિવહન, લોકેશન-આધારિત સેવાઓ, વ્યક્તિગત ગતિશીલતા, સંસાધન દેખરેખ, સર્વેક્ષણ અને ભૂગણિત, વૈજ્ઞાનિક અનુસંધાન, સમય પ્રસાર અને જીવન સલામતી ચેતવણીના પ્રસારમાં કરવામાં આવે છે.