×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"આજે સેનિટરી પેડ્સ માગો છો, કાલે જીન્સ, ચંપલ અને કોન્ડોમ પણ માગશો..?"


- આઈએએસ અધિકારી હરજોત કૌરે શું માગણીઓનો કોઈ અંત છે તેવો સવાલ કરીને લોકોને સરકાર પાસેથી વસ્તુઓ લેવાની જરૂર જ શા માટે છે, તે ખોટી માનસિકતા છે તેમ કહ્યું હતું

પટના, તા. 29 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા આઈએએસ અધિકારી લોકોની સરકાર પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ અંગે ટિપ્પણી કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થીનીઓ બિહાર મહિલા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર પાસે વિદ્યાર્થીનીઓને ફ્રીમાં સેનિટરી પેડ્સ આપવામાં આવે તેવી રજૂઆત કરી રહી છે. તે સમયે આઈએએસ અધિકારી હરજોત કૌરે શું માગણીઓનો કોઈ અંત છે તેવો સવાલ કરીને લોકોને સરકાર પાસેથી વસ્તુઓ લેવાની જરૂર જ શા માટે છે, તે ખોટી માનસિકતા છે તેમ કહ્યું હતું. 

વિદ્યાર્થીનીએ તેમને સવાલ કર્યો હતો કે, 'સરકાર ઘણો બધો સામાન મફતમાં આપી રહી છે. શું તેમને 20-30 રૂપિયાના સેનિટરી પેડ ન આપી શકે?' વિદ્યાર્થીની આ પ્રકારની માગણીનું કારણ તેમણે કોઈના પર નિર્ભર ન રહેવું પડે તે હતું. ત્યારે હરજોત કૌરે તે અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આજે સેનિટરી પેડ માગી રહ્યા છો, કાલે તમે કોન્ડોમ માગશો.

માનસિકતાને ગણાવી ખોટી

હરજોત કૌરે કહ્યું હતું કે, ' શું માગણીઓનો કોઈ અંત છે? કાલે તમે કહેશો કે સરકાર જીન્સ અને સુંદર ચંપલ આપી શકે છે. જ્યારે પરિવાર નિયોજનની વાત આવે છે ત્યારે તમને મફત કોન્ડોમ પણ જોઈએ છે. તમને સરકાર પાસેથી વસ્તુઓ લેવાની જરૂર શા માટે છે? આ ખોટી વિચારસરણી છે.'

મત ન આપો અને પાકિસ્તાન બની જાઓ

મહિલા અધિકારીની આ પ્રકારની પ્રતિક્રિયા બાદ વિદ્યાર્થીનીઓએ સરકાર ચૂંટણી દરમિયાન મત માટે ઘણું બધું કરવાના વચનો આપતી હોય છે તે યાદ અપાવ્યું હતું. જોકે હરજોત કૌરે તરત જ 'મત ન આપો. પાકિસ્તાન બની જાઓ.' તેમ કહીને વિદ્યાર્થીનીઓને શાંત પાડી દીધી હતી. 

મહિલા અધિકારીએ પોતાને ગણાવ્યા મહિલા સશક્તિકરણના ચેમ્પિયન

હરજોત કૌરે બાદમાં એમ પણ કહ્યું હતું કે, 'હું મહિલાઓના અધિકારો અને સશક્તિકરણના સૌથી અગ્રણી ચેમ્પિયન્સમાંથી એક તરીકે ઓળખાઉં છું. WCDC દ્વારા જે શરારતી તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ હવે મારી પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવા પ્રયત્ન કરી રહ્યા છે.'