×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે વલસાડમાં રાજયક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવશે


દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સતત 10મી વખત તિરંગો ફરકાવ્યો છે ત્યારે વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થવા જઇ રહી છે. આજે વલસાડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવશે. આજે રાજ્યક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. આજે પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક યોજાશે. આ સાથે જ પોલીસ વિભાગે 1500 જેટલી પોલીસ બહારથી બોલાવી છે.

આજે 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરાયા

સ્વતંત્રતા દિવસ, 2023ના અવસરે કુલ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 01 CRPF જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPMG) એનાયત કરવામાં આવ્યા છે, 229ને વીરતા માટે પોલીસ મેડલ (PMG) એનાયત કરવામાં આવ્યા છે. પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ (PPM) 82 ને અને 642ને મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ (PM) એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 18 પોલીસ કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ માટે મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. જ્યારે બે પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ADGP ગાંધીનગર ખુર્શિદ મંઝર અલી અહેમદ તથા IB ઓફિસર વિશાલ ચૌહાણને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાશે. 

ગુજરાતમાં મેરીટોરીયસ સર્વિસ માટે સન્માનિત પોલીસ અધિકારીઓ

(1) ડો. રાજકુમાર પાંડિયનઃ ADGP( રેલવે)

(2) સંદિપસિંહઃ IGP( રાવપુરા, વડોદરા)

(3) ગિરિરાજસિંહ જાડેજાઃ( ADSP સીએમ સિક્યુરિટી)

(4) ફિરોજ શેખઃ (ACP અમદાવાદ શહેર)

(5) જોબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમઃ (ACP અમદાવાદ શહેર)

(6) સુરેન્દ્રસિંહ કુંપાવતઃ (DSP પંચમહાલ)

(7) મનોજકુમાર પાટીલઃ (સુરત PSI)

(8) પ્રવિણકુમાર દેત્રોજાઃ (વડોદરા PSI)

(9) ખીમજી ફાફલઃ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)

(10) દિલિપસિંહ સોલંકીઃ (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)

(11) ભાર્ગવ દેવમુરારીઃ (દેવભૂમી દ્વારકા)

(12) રેખાબેન કેલાટકરઃ (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)

(13) ભરતસિંહ ગોહિલઃ (પીએસઆઈ સુરત)

(14) રાજેન્દ્રસિંહ માસાણીઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)

(15) કિર્તિપાલસિંહ પુવારઃ (પીએસઆઈ, સુરત) 

(16) રવિન્દ્ર માલપુરેઃ (એએસઆઈ, વડોદરા)

(17) અશોક મિયાત્રાઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)

(18) નિતા જાંગાલઃ (પીએસઆઈ, ગાંધીનગર)