×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે યાસ વાવાઝોડુ ત્રાટકશે, ત્રણ રાજ્યોમાંથી લાખોનું સ્થળાંતર


બંગાળ, ઓડિશા, ઝારખંડ પર 

બંગાળમાં વીજળી પડતાં બેનાં મોત, આસામ-મેઘાલયમાં ભારે વરસાદની આગાહી, રેલવેએ 100 ટ્રેનો રદ કરી

એનડીઆરએફે પૂર્વીય મેદિનીપુર જિલ્લાના દીઘા વિસ્તારને ખાલી કરાવી દીધો

કોલકાતા : ટૌટે બાદ હવે યાસ નામના વાવાઝોડાનો ખતરો કેટલાક રાજ્યો પર છે. જેને ધ્યાનમાં રાખીને બંગાળ, ઓડિશામાંથી લાખો વિદ્યાર્થીઓને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવ્યા હતા.  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળ અને ઓડિશા પર ગમે ત્યારે યાસ નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે. હાલ વાવાઝોડુ હાલ આ રાજ્યોના સમુદ્રના કાંઠે પહોંચવાની તૈયારીમાં છે. જેને પગલે સમુદ્રી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવી રહ્યા છે. 

વાવાઝોડુ સૌથી પહેલા ઓડિશાના ભદ્રાક જિલ્લાના ધામરા પોર્ટ પર ત્રાટકવાની શક્યતાઓ છે. તેથી આ વિસ્તારને હાલ સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે. બુધવારે સવારે જ વાવાઝોડુ ત્રાટકી શકે છે. પાડોશી રાજ્ય ઝારખંડ પર પણ તેની અસર થશે તેથી તે રાજ્યના અનેક લોકોને પણ સુરક્ષિત સૃથળે ખસેડી દેવામાં આવ્યા છે. 

બંગાળ સરકારે કહ્યું હતું કે નવ લાખથી વધુ લોકોને સુરક્ષિત સૃથળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઓડિશા સરકારે બે લાખ લોકોને ખસેડયા છે. વાવાઝોડુ ત્રાટકે તે બાદ આશરે છ કલાક સુધી તેની આ રાજ્યો પર અસર રહેશે. 

પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ વર્તાઈ રહ્યું છે. હવામાન વિભાગે (ૈંસ્ઘ) 24 કલાકની અંદર વાવાઝોડું ગંભીર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડાના કારણે મંગળવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની આશંકા છે. 

હવામાન વિભાગે આપેલી ચેતવણી પ્રમાણે વાવાઝોડાના કારણે તટીય વિસ્તારોમાં 2-4 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. હવામાન ક્ષેત્રના વૈજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે યાસ વાવાઝોડું બુધવારે (26 મે) સાંજ સુધીમાં ઓડિશાના પારાદીપ અને સાગર આઈલેન્ડ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. 

એનડીઆરએફની 100 ટીમ તૈનાત

યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયૂરભંજ વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં અસર જોવા મળશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડું 26 મેના રોજ બંગાળ અને ઓડિશાના કિનારે અથડાઈ શકે છે. વાવાઝોડાના અણસારને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.