×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે મોનસૂન તમિલનાડુ, કર્ણાટક અને પૂર્વોત્તરમાં પ્રવેશ કરશે, માછીમારો માટે એડવાઈઝરી જાહેર કરાઈ

image : Envato 


ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મોનસૂન આગામી 48 કલાકમાં કેરળના બાકીના ભાગો, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપૂર્વના ભાગો તરફ આગળ વધશે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન કેરળમાં તેની શરૂઆત સાથે 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી ગુરુવારે ભારતમાં પ્રવેશ્યું હતું.

તમિલનાડુમાં સારો વરસાદ થશે

દેશમાં ચોમાસાની વધુ પ્રગતિની આગાહી અંગે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “દક્ષિણ પશ્ચિમ મોનસૂન ગુરુવારે કેરળ પહોંચી ગયું છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે 8 જૂને પહોંચ્યું હતું. સાત દિવસનો વિલંબ થયો છે. કેરળમાં બે દિવસમાં સારો વરસાદ થયો છે અને દક્ષિણ તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ છે.

આગામી 48 કલાકમાં અહીં ચોમાસુ પહોંચી જશે

તેમણે કહ્યું કે, "આગામી 48 કલાકમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો તરફ મોનસૂન આગળ વધશે. આ ઉપરાંત તે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના બાકીના ભાગોમાં પણ પહોંચશે. ચોમાસું આવવાની પણ શક્યતા છે. આગામી 48 કલાકમાં તે પૂર્વોત્તરના રાજ્યો તરફ આગળ વધવાની શક્યતા છે. તેની સાથે માછીમારો માટે એડવાઈઝરી જાહેર કરાઈ હતી. 

ચક્રવાત બિપોરજોય તેની દિશા બદલશે

ચક્રવાત બિપોરજોય અંગે તેમણે કહ્યું કે  "ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય અરબી સમુદ્રમાં ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે થોડા સમય માટે જ ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે જે પછી તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. તેની દિશા બદલશે."