×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; 'બનશે, મળશે' જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી

image : IANS


મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે. અમારામાં અને તમારામાં આ જ અંતર છે. 

આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર 

નિર્મલા સીતારમણે કહ્યું કે 2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને દુનિયાના પાંચ કમજોર અર્થતંત્રની યાદીમાં સામેલ કર્યું હતું. ભારતને કમજોર અર્થતંત્ર પણ જાહેર કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને અપગ્રેડ કરી ઊંચું રેટિંગ આપ્યું છે. ફક્ત 9 વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થતંત્ર આગળ વધ્યું અને કોરોના છતાં આર્થિક વિકાસ થયો. આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. 

બનશે, મળશે જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા 

કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે ભારત તેના ભવિષ્યના વિકાસ વિશે આશાવાદી અને સકારાત્મક બંને છે. ભારતને પ્રગતિના માર્ગે જતાં કોઈ નહીં રોકી શકે. બનશે, મળશે જેવા શબ્દો હવે પ્રચલનથી બહાર થઈ ગયા છે. આજકાલ તો લોકો બની ગયું, મળી ગયું, આવી ગયું જેવા શબ્દો વાપરી રહ્યા છે. યુપીએના શાસનમાં લોકો કહેતા હતા કે વીજળી આવશે, હવે લોકો કહે છે કે વીજળી આવી ગઈ. તેમણે કહ્યું કે ગેસ કનેક્શન મળશે, હવે ગેસ કનેક્શન મળી ગયું, એરપોર્ટ બનશેની જગ્યાએ એરપોર્ટ બની ગયું જેવા શબ્દો વપરાઈ રહ્યા છે. અમારી અને કોંગ્રેસ વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે કોંગ્રેસ સપના બતાવે છે અને ભાજપ લોકોના સપના સાકાર કરે છે.