×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આજે બાલા સાહેબ ઠાકરે હોત તો…', સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવને લખ્યો પત્ર


- શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છેઃ ક્રાંતિ

નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર, 2021, ગુરૂવાર

ડ્રગ્સ કેસને લઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાન પર છે. તેવામાં હવે સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું હતું કે, રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે, મજાક થઈ રહી છે. આજે બાલાસાહેબ હોત તો નિશ્ચિત જ આ તેમને મંજૂર ન હોત. 

ક્રાંતિએ પત્રમાં લખ્યું હતું કે, માનનીય ઉદ્ધવજી બાળપણથી મરાઠી માણસના ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોઈને હું એક મરાઠી યુવતી મોટી થઈ છું. બાલા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શીખી કે કોઈના પર અન્યા ન કરો અને પોતાના પર અન્યાય સહન ન કરો. તેને અનુસંધાને આજે હું એકલી જ મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે મજબૂતીથી ઉભી છું અને લડી રહી છું. 

વધુમાં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ઉપસ્થિત લોકો ફક્ત મજા જોઈ રહ્યા છે. હું એક કલાકાર છું, રાજકારણ મને સમજાતું નથી અને મારે તેમાં પડવું પણ નથી, આપણો કોઈ જ સંબંધ ન હોવા છતાં દરરોજ સવારે મારી ઈજ્જત ઉતારવામાં આવે છે. શિવસેનાના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે. મજાક થઈ રહી છે. આજે બાલા સાહેબ હોત તો નિશ્ચિતપણે તેમને આ મંજૂર ન હોત. 

ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે. તે તેમના વિચારો દ્વારા દરરોજ આપણા સુધી પહોંચી રહ્યું છે. આજે તેઓ નથી પરંતુ તમે છો. અમે તમારામાં તેમનો પડછાયો જોઈએ છીએ. તમે અમારૂં નેતૃત્વ કરી રહ્યા છો અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે કદી મારા પર અને મારા પરિવાર પર અન્યાય નહીં થવા દો. આ સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે એક મરાઠી વ્યક્તિ હોવાના નાતે આજે તમારા સામે અપેક્ષા સાથે જોઈ રહી છું. તમને વિનંતી છે કે, આવીને ન્યાય કરો.