×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલમાં આર્જેન્ટિના VS ફ્રાંસ વચ્ચે મુકાબલો


- મેસી તેની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય મેચ રમશે

- રાત્રે 8.30થી દિલધડક મેચનો પ્રારંભ : બંને ટીમમાં ટોચના ખેલાડીઓ હોઈ 'સ્ટાર વોર'

દોહા : વર્લ્ડકપ ફૂટબોલની ફાઇનલનો દિલધડક દિવસ આખરે આવી પહોંચ્યો છે. આવતીકાલે આર્જેન્ટિના અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસ વચ્ચે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦ થી લુસેઇલ સ્ટેડિયમમાં મુકાબલો જામશે.

જો ફ્રાંસ ચેમ્પિયન બનશે તો બ્રાઝિલ પછી ૬૦ વર્ષે તે બીજી એવી ટીમ બનશે જે સતત બે વર્લ્ડકપ જીતશે. બ્રાઝિલે ૧૯૫૮ અને ૧૯૬૨ના સળંગ બે વર્લ્ડકપ જીત્યા હતા તે પછી કોઈ ટીમ આવી સિધ્ધિ માટે સફળ નથી થઈ. ૨૦૧૮માં ક્રોએશિયાને હરાવી ફ્રાંસ ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ આર્જેન્ટિનાનો ફૂટબોલ લેજન્ડ લાયોનલ મેસી તેની કારકિર્દીનો આખરી વર્લ્ડકપ તો રમ્યો જ પણ તેણે સેમિફાઇનલ જીત બાદ એવી જાહેરાત કરી દીધી છે કે ફાઇનલ તેની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય તેના દેશ તરફથી રમતો હોય તેવી મેચ હશે આમ તે તેની મહાનતાને વધુ આગળ કરતા યાદગાર વિદાય સાથે આર્જેન્ટિનાના વિશ્વ કપ ભેટ આપવા મરણીયો જંગ ખેલશે.

ફૂટબોલ વિવેચકો આ ફાઈનલને મેસી વિરૂદ્ધ એમબોપ્પેની ટક્કર તરીકે પણ જુએ છે. બંને વચ્ચે આ વર્લ્ડકપનો શ્રેષ્ઠ ખેલાડી અને સૌથી વધુ ગોલ સ્કોરરને અપાતા પ્રતિષ્ઠિત ગોલ્ડન બૂટનો એવોર્ડ જીતવા માટે પણ કાંટાની ટક્કર જોવા મળશે. તેવી જ રીતે ફ્રાંસના મિડફિલ્ડર ૨૨ વર્ષીય ચુઆઝેની પણ આર્જેન્ટિનાના સ્વપ્નને રોળી શકે તેવો ખેલાડી છે.

એમ્બાપેએ ૨૦૧૮માં પણ ફ્રાંસને ચેમ્પિયન બનાવવામાં યોગદાન આપ્યું હતું. ૨૩ વર્ષીય એમ્બાપેએ છ મેચમાં આ વખતે પાંચ ગોલ કર્યા છે.

આર્જેન્ટિના પાસે ચોઉમેની એવો ખેલાડી છે જે એમ્બાપેને દિવાલ રચીને પજવી શકે તેવો છે. એમ્બાપે પછી ફ્રાંસની ટીમની આગેકૂચમાં જો કોઈએ યોગદાન આપ્યું હોય તો તે ગ્રાઇઝમેન છે. આર્જેન્ટિના પાસે તેની ભૂમિકા ભજવે તેવો એન્ઝો ફર્નાન્ડેઝ છે.

આર્જેન્ટિના અને ફ્રાંસના કતારમાં આવેલા ચાહકોમાં તો જોરદાર ટેમ્પો જામેલો છેે જ પણ બંને દેશોમાં ઘર આંગણે પણ ચાહકો છેલ્લાં ત્રણેક દિવસથી ફૂટબોલમય જ છે. જાણે દેશ અન્ય પ્રવૃત્તિ, સમાચાર માટે થંભી ગયો હોય તેમ લાગે છે.

બંને ટીમ જો પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી આવતું હોય તો તે માટે પણ તૈયાર છે. આર્જેન્ટિનાનો ગોલકિપર માર્ટિનેઝ વધુ ચઢિયાતો મનાય છે.

આર્જેન્ટિનાની સંભવીત ટીમ :

એમિલિયાનો માર્ટિનેઝ, ક્રીશ્ચયન રોમેરો, નિકોલસ ઓરામેન્ડી, નાહયુએલ મોલિના, નિકોલસ ટાગ્લીફિકો, લીએન્ડ્રો પારેડેસ, રોડ્રિગ્યો ડી પોલ, એલેકિસસ અલિસ્ટાર, એન્ઝો ફર્નાન્ડીઝ, જુલિયન અલ્બારેઝ, લાયોનેલ મેસી.

ફ્રાંસની સંભવીત ટીમ :

જુલેસ કાઉન્ડ્રે, રાફેલ વરાનો, ડેયોટ ઉપામેનાકો, ઈબ્રાહિમા કોનાટે, થીઓ હરનાન્ડેઝ, એન્ટોની ગ્રાઈસમેન મોરેલિન ચોઉમેની, એડ્રીયન રેબીઓટ, ઓઉસમાને ડેમ્બલે, ઓલિયર ગિરોડ, કાપલીન એમ્બાપે.