×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ગુજરાતમાં 12,553 નવા કેસ નોંધાયા, કોરોનાએ વધુ 125 લોકોનો ભોગ લીધો

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર સત વધી રહ્યોછે. જેના કારણે રાજ્યની સ્વાસ્થ્ય સુવિધા કથળી રહી છે. અત્યારે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ છે. દરરોજ આવતા કેસ અને મૃત્યુઆંક નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્યમાં 12000 કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 12,553 કેસ નોંધાયા છે.

કાળમુખો કોરોના આજે 125 લોકોને ભરખી ગયો છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંક 5740 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં અત્યારે એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો અત્યારે વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલ કુલ કેસની સંખ્યા હવે 4,40,731 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,50, 856 દર્દીઓ આ વાયરસથી સાજા થઈ ગયા છે.


અમદાવાદ અને સુરતની વાત કરીએ તો અમદાવાદમાં આજે 4821 અને સુરતમાં 1849 કેસ નોંધાયા છે. અદાવાદની સ્થિતિ દિવસે દિવસે વધારે કપરી થઇ રહી છે. જ્યાં દૈનિક આંકડો 5000 નજીક પહોંચ્યો છે. જ્યારે આ તરફ વડોદરા કરતા મહેસાણાની સ્થિતિ વધારે કપરી બની છએ. જે વડોદરામાં 475 કેસ નોંધાયા છે જ્યારે મહેસાણામાં 495 કેસ નોંધાયા છે.