×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી IPLની મેગા હરાજી : 10 ટીમો રૂ. 561 કરોડ સાથે ઉતરશે


બેંગ્લોરમાં બે દિવસ ઓક્શન ચાલશે : પ્રથમ દિવસે 161 ક્રિકેટરોનું ભાવિ નક્કી થશે

આજે બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા શ્રેયસ, ધવન, કમિન્સ, રબાડા, બોલ્ટ, વોર્નર, ડુ પ્લેસીસ, ડી કૉકનું નસીબ ઝળકશે

બપોરે 12 વાગ્યાથી હરાજીની શરૂઆત થશે

બેંગ્લોર : ઈન્ડિયન પ્રિમીયર લીગની મેગા હરાજીનો આવતીકાલથી બેંગ્લોરમાં પ્રારંભ થશે. બે દિવસ ચાલનારી હરાજીમાં કુલ મળીને 600 ખેલાડીઓના ભાગ્યનો ફેંસલો થશે.

આઇપીએલની આઠ ફ્રેન્ચાઈઝીઓની સાથે અમદાવાદ અને લખનઉની નવી ટીમોની થિંક ટેન્ક હરાજીમાં ભાગ લેશે. હરાજીમાં ખેલાડીઓને કરારબદ્ધ કરવા માટે બધી  ફ્રેન્ચાઈઝીઓ કુલ મળીને 561.5 કરોડ રૂપિયાની ખર્ચ ક્ષમતા સાથે ઉતરશે. હવે આવતીકાલે કોને જેકપોટ લાગે છે અને કોણ અનસોલ્ડ રહે છે, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે. 

આજે બેંગાલુરૂમાં બપોરે 12.00 વાગ્યાથી આઈપીએલની બે દિવસની હરાજીનો પ્રારંભ થશે. હરાજીની શરૂઆતમાં માર્કી પ્લેયર્સ પર બોલી લાદગશે. જે પછી અન્ય ખેલાડીઓને જુદા-જુદા સેટમાં હરાજીમાં મુકવામાં આવશે.

બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા શ્રેયસ ઐયર, શિખર ધવન, કમિન્સ, રબાડા, બોલ્ટ, ડુ પ્લેસીસ, વોર્નર, ડી કૉક, શમી, અશ્વિન જેવા ખેલાડીઓનું નસીબ ઝકળશે. મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓની નજર આ સુપરસ્ટાર ખેલાડીઓ પર મંડાયેલી છે અને તેમને કરારબધ્ધ કરવા માટે તીવ્ર સ્પર્ધા જોવા મળશે.

આઇપીએલે પ્રથમ દિવસની હરાજીમાં 10 માર્કી પ્લેયર્સને બોલી માટે મૂકવાનું નક્કી કર્યું છે. આ માર્કી પ્લેયર્સ સિવાય અન્ય 151 ખેલાડીઓ પણ હરાજીમાં મુકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલ કાઉન્સીલે બનાવેલા નિયમ પ્રમાણે આઠ ફ્રેન્ચાઈઝીઓને ગમતા મહત્તમ ચાર રિટેન કરવાની અને નવી બે ટીમને મહત્તમ ત્રણ ખેલાડીઓ પસંદ કરવાની તક આપવામાં આવી હતી.

જે પ્રમાણે કુલ 33 સ્ટાર ખેલાડીઓને 10 ટીમોએ તેમની ટીમમાં સામેલ કરી દીધા છે.  મોડી રાત્રે અંડર 19 વર્લ્ડ કપ જીતનારી 10 ખેલાડીઓને પણ હરાજીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આઇપીએલે ખેલાડીઓને તેમની વિશેષતા એટલે કે બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર વિગેરે જેવા અલગ-અલગ સેટમાં ગોઠવ્યા છે. અને તે અનુસાર જ બોલી લગાવવામાં આવશે. 

 હરાજીના પ્રથમ દિવસની વિશેષતા

હરાજીમાં પ્રથમ દિવસે 10 માર્કી પ્લેયર્સ અને 151 અન્ય પ્લેયર્સ હરાજીમાં મુકાશે. ખેલાડીઓને તેમના કૌશલ્ય પ્રમાણે અલગ-અલગ સેટમાં ગોઠવવામાં આવ્યા છે. માર્કી પ્લેયર્સના સેટની સાથે અન્ય 62 ખેલાડીઓનો સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓને બેટ્સમેન, બોલર, ઓલરાઉન્ડર, વિકેટકિપર વગેરે જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

આજે આ ખેલાડીઓ માટે રસાકસી જામશે

ધવન, શ્રેયસ ઐયર, શમી, અશ્વિન, કમિન્સ, રબાડા, બોલ્ટ, ડી કૉક, ડુ પ્લેસીસ, વોર્નર, સુરેશ રૈના, હોલ્ડર, ચહલ, કુુલદીપ યાદવ, ડ્વેન બ્રાવો, દીપક ચાહર, ઇશાન કિશન, મોર્ગન, બેરસ્ટો, પડિક્કલ. 

રાહુલને રૂા. 17 કરોડ અને જાડેજા, પંત, રોહિતને 16 કરોડ

ફ્રેન્ચાઈઝીએ 33 સ્ટાર ખેલાડીઓને ખરીદી લીધા છે

ચેન્નાઈ સુપર કિંગ્સ

જાડેજા (16 કરોડ રૂા.), ધોની (12 કરોડ રૂા.), મોઈન અલી (8 કરોડ રૂા.) અને ગાયકવાડ (6 કરોડ રૂા.)

દિલ્હી કેપિટલ્સ

પંત (16 કરોડ રૂા.), અક્ષર પટેલ (9 કરોડ રૂા.), પૃથ્વી શૉ (7.5 કરોડ રૂા.) અને નોર્ટ્જે (6.5 કરોડ રૂા.)

કોલકાતા નાઈટ રાઈડર્સ

રસેલ (12 કરોડ રૂા.), ચક્રવર્થી (8 કરોડ રૂા.), વેંકટેશ ઐયર (8 કરોડ રૂા.), નારાયણ (6 કરોડ રૂા.)

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (16 કરોડ રૂા.), બુમરાહ (12 કરોડ રૂા.), સુર્યકુમાર (8 કરોડ રૂા.), પોલાર્ડ (6 કરોડ રૂા.)

ગુજરાત ટાઈટન્સ

હાર્દિક પંડયા ( 15 કરોડ રૂા. ), રાશિદ ખાન (15 કરોડ રૂા. ), શુબ્મન ગિલ (8 કરોડ રૂા)

લખનઉ સુપર જાયન્ટ્સ

કે. એલ. રાહુલ (17 કરોડ રૂા.), સ્ટોઈનીસ (9.2 કરોડ રૂા.), રવિ બિશ્નોઈ (4 કરોડ રૂા.)

રાજસ્થાન રોયલ્સ

સેમસન (14 કરોડ રૂા.), બટલર (10 કરોડ રૂા.), યશસ્વી જયસ્વાલ (4 કરોડ રૂા.)

બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ 

કોહલી (15 કરોડ રૂા.), મેક્સવેલ (11 કરોડ રૂા.), સિરાજ (7 કરોડ રૂા.)

સનરાઈઝર્સ હૈદરાબાદ

વિલિયમસન (14 કરોડ રૂા.), સમદ (4 કરોડ રૂા.), મલિક (4 કરોડ રૂા.)

પંજાબ કિંગ્સ

અગ્રવાલ (12 કરોડ રૂા.), અર્ષદીપ (4 કરોડ રૂા.)