×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી Citi Bankના રિટેલ બિઝનેસની માલિક બની Axis Bank, ગ્રાહકો માટે થશે આ ફેરફાર

image : Wikipedia 


ભારતમાં સિટી બેન્કનો રિટેલ બિઝનેસ આજથી એક્સિસ બેન્કને ટ્રાન્સફર થઈ જશે. તેની સાથે જ સિટી કન્ઝ્યૂમર બિઝનેસને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ જશે જે ગત વર્ષે માર્ચમાં શરૂ થયું હતું. ભારતમાં સિટી બેન્કના રિટેલ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન, રિટેલ બેન્કિંગ તથા વીમા સેવા સામેલ છે. 

કોલકાતામાં ઐતિહાસિક કનક બિલ્ડિંગથી સાઈનબોર્ડ હટાવી લીધા હતા  

2021માં સિટી ગ્રૂપે જાહેરાત કરી હતી તે ભારત સહિત 13 દેશોમાં રિટેલે બેન્કિંગ ઓપરેશન બંધ કરશે. આ અધિગ્રહણ સાથે સિટી બેન્કના રિટેલ ગ્રાહકોને એક્સિસ બેન્ક દ્વારા સેવા આપવામાં આવશે. ભારતની સૌથી જુની વિદેશી બેન્કોમાંથી એક સિટી બેન્કે થોડા દિવસો પહેલા જ એક્સિસ બેન્ક દ્વારા તેમના રિટેલ બિઝનેસનું અધિગ્રહણ થયા બાદ કોલકાતામાં ઐતિહાસિક કનક બિલ્ડિંગના કાર્યાલયથી પરથી તેનું સાઈનબોર્ડ હટાવી લીધું હતું. 


ગત વર્ષે સમજૂતી થઈ હતી 

એક્સિસ અને સિટી બેન્ક વચ્ચે ગત વર્ષે કરાર થયો હતો. એક્સિસ બેન્કે ગત વર્ષે કહ્યું હતું કે તે ભારતમાં સિટી બેન્કના રિટેલ બિઝનેસને 12,325 કરોડ($1.6 બિલિયન ) માં ખરીદવા કરાર કરી ચૂકી છે. ગત વર્ષે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ(સીસીઆઈ) એ આ ડીલને મંજૂરી આપી હતી. 

ડીલની શું અસર થશે? 

આ ડીલ બાદ એક્સિસનો પોર્ટફોલિયા પહેલાં કરતા મજબૂત થઈ જશે. આ ડીલ બાદ એક્સિસના ખાતામાં ૨૫ લાખ યૂઝર્સ ઉમેરાશે. તેમનો ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયો, 50,200 કરોડ રૂપિયાની જમા રકમ બધું જ એક્સિસનું થઈ જશે. ભારતના સિટી બેન્કના સાત કાર્યાલય, 21 શાખાઓ અને સિટીના 499 એટીએમનું નેટવર્ક પણ એક્સિસનું થઈ જશે. એક અહેવાલ અનુસાર ડીલ બાદ એક્સિસ બેન્કને 2.5 કરોડથી વધુ સેવિંગ એકાઉન્ટ, 20 લાખથી વધુ સેલરી એકાઉન્ટ મળવાના છે. બંને એકાઉન્ટની ડીલ થયા બાદ ક્રેડિટ કાર્ડ ધારકોની સંખ્યા મામલે એક્સિસ બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક બાદ બીજા ક્રમે આવી જશે. બેન્કોએ કહ્યું છે કે આ મર્જર પ્રક્રિયા દરમિયાન ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે અને સિટી બેન્કના ગ્રાહકોને ફરી કેવાયસી કરાવવાનું રહેશે.