આજથી 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે, નવા 53 હજાર કેસ
- 24 કલાકમાં કોરોનાથી 354 લોકોના મોત, એક્ટિવ કેસ 5.52 લાખને પાર
- કોરોના સામે યુદ્ધના ધોરણે લડવું પડશે, રસી વાઇરસ સામે લડવામાં મદદરુપ છે : હૂ
- પૂર્વ પીએમ દેવે ગૌડા અને તેમના પત્નીને કોરોના, પુરો પરિવાર આઇસોલેટ થયો, મોદીએ ફોન પર વાત કરી
નવી દિલ્હી : ભારતમાં જાણે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દેશમાં કોરોનાના નવા ૫૩૪૮૦ કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ ૩૫૪ લોકોના મોત નિપજ્યા છે. દરમિયાન પહેલી એપ્રીલથી દેશભરમાં ૪૫ વર્ષથી વધુ વયના દરેક નાગરિકને કોરોનાની રસી આપવાનું શરૂ કરી દેવામાં આવશે. જેને પગલે કરોડો લોકોને રસીકરણના આ તબક્કામાં આવરી લેવામાં આવશે.
હાલ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૫,૫૨,૫૬૬એ પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૪.૫૫ ટકા છે. એક સમયે આ સંખ્યા બે લાખથી પણ નીચે પહોંચી ગઇ હતી તેમાં હવે બેગણો વધારો થોડા જ દિવસોમાં થઇ ગયો છે. સાથે જ રીકવરી રેટ પણ ઘટીને હવે ૯૪.૧૧ ટકાએ આવી ગયો છે. પાંચ રાજ્યો એવા છે કે જ્યાં દેશના કુલ કેસોના ૭૯ ટકા કેસો છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકા, પંજાબ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
દરમિયાન કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યાંની સરકારોની સાથે વાતચીત આગળ વધારી છે. સાથે જ હવે રસીકરણની વય મર્યાદામાં પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસનની સાથે હાલ કેન્દ્ર સરકાર ૪૫ વર્ષથી વધુ વયના દરેક લોકો માટે રસીકરણ શરૂ કરવા મામલે વાતચીત કરવામાં આવી હતી. પહેલી એપ્રીલથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ૪૫ વર્ષથી વધુ વયનાને રસી આપવાનું શરૂ કર્યું હતું પણ તેમાં જો બિમાર હોય તો જ રસી અપાતી હતી. જોકે હવે દરેક વ્યક્તિ કે જેની વય ૪૫ વર્ષથી વધુ હોય તેને રસી આપવામાં આવશે. જેને પગલે રસીકરણના આ ત્રીજા તબક્કામાં દેશનો બહુ જ મોટો વર્ગ આવરી લેવામાં આવશે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સંક્રમણ વધારવા માટે કોરોના વાઇરસ તક શોધી રહ્યો છે. તેને આગળ ફેલાતો અટકાવવા માટે રસી લેવી અતી જરુરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાાનિક ડોક્ટર સૌમ્યા વિશ્વનાથને કહ્યું હતું કે હવે કોરોના સામે લડવા માટે યુદ્ધસ્તરની કામગીરી કરવી પડશે, લોકોએ રસી ચોક્કસ લેવી જોઇએ કેમ કે તે કોરોના સામે લડવામાં અસરકારક છે. હાલ દેશમાં કોરોનાની લપેટમાં મોટા નેતાઓ પણ આવવા લાગ્યા છે. પૂર્વ વડા પ્રધાન એચ ડી દેવે ગૌડા અને તેમના પત્ની ચેનમ્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારજનોનો પણ ટેસ્ટ કરાયો હતો.
રસીનો પહેલો ડોઝ અપાયા પછી કોરોનાગ્રસ્ત રશ્મી ઠાકરે હોસ્પિટલમાં
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના કોરોનાગ્રસ્ત પત્ની રશ્મી ઠાકરેની તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.શિવસેનાના મુખપત્ર 'સામના'ના તંત્રી રશ્મી ઠાકરેનો ગઇ ૨૩મી માર્ચે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર પછી તેઓ હોમ કવોરન્ટીન જ થયા હતા. ગઇકાલે તેમની તબિયત બગડી હતી અને ખૂબ જ નબળાઇ લાગવા માંડતા એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પહેલાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેને ૨૦મી માર્ચે કોરોના થયો હતો.
આમ આદિત્ય અને રશ્મી ઠાકરે બંનેને હોમ-કવોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ મંગળવારે રશ્મી ઠાકરેને ખૂબ જ નબળાઇ લાગવા માંડી હતી. એટલે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની બંનેને ગઇ ૧૧મી માર્ચે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી લગભગ દસેક દિવસે તેમને કોરોના થયો હતો.
મહારાષ્ટ્રમાં નવા 39544 કેસ : 227ના મોત
મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૩૯૫૪૪ કેસ નોંધાયા હતા અને ૨૨૭ દરદીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કોરોના ૨૩૬૦૦ દરદીને ડિસ્ચાર્જ આપ્યા હતા. અને આજ દિન સુધી ૩,૫૬,૨૪૩ કરોનાના એકટીવ કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૨૮,૧૨૯૮૦ થઇ છે. મરણાંકની સંખ્યા વધીને ૫૪૬૪૯ થઇ છે. જ્યારે ૨૪,૦૦,૭૨૭ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૮૫.૩૪ ટકા છે. મુંબઇમાં કોરોનાના નવા ૫૩૯૪ કેસ નોંધાયા હતા અને ૧૫ દરદીના મોત થયા હતા.
આથી શહેરમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૪૧૪૭૧૪ થઇ છે. અમે મરણાંકની સંખ્યા ૧૧૬૮૬ થઇ છે. જ્યારે કોરોનાના ૩૧૩૦ દરદીને ડિસ્ચાર્જ કરાયા હતા. જેથી કરીને ૩૫૦૬૬૦ દરદી કોરોનાથી મુક્ત બન્યા હતા. અને શહેરમાં કોરોના ૫૧૪૧૧ એકટીવ કેસ છે. જેઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.