×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી શરૂ થશે દેશમાં છઠ્ઠી ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’, PM મોદી મહારાષ્ટ્ર-છત્તીસગઢને આપશે મોટી ભેટ

મુંબઈ, તા.11 ડિસેમ્બર-2022, રવિવાર

દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસનું આજે રવિવારથી સત્તાવાર રીતે સંચાલન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનને નાગપુરમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે અને આ ટ્રેન અહીંથી રવાના થઈ બિલાસપુર પહોંચશે. આ ટ્રેનને નાગપુરથી બિલાસપુર અને બિલાસપુરથી નાગપુર વચ્ચે લગભગ 412 કિલોમીટરની સફરમાં 5 કલાકનો સમય લાગશે.

બિલાસપુરથી નાગપુર માટે દોડાવાશે વંદે ભારત

દેશની સૌથી મહત્વકાંક્ષી યોજના હેઠળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન રેલવે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેન બિલાસપુરથી નાગપુર અને નાગપુરથી બિલાસપુર વચ્ચે દોડાવાશે. આ ટ્રેનનો વિધિવત શુભારંભ આજે રવિવારે કરાશે.

PM મોદીની મહારાષ્ટ્ર મુલાકાત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રની મુલાકાતે જશે અને રૂ.75,000 કરોડના વિકાસ કામોનો શિલાન્યાસ કરશે.
  • PM મોદી નાગપુર અને શિરડીને જોડતા પ્રથમ તબક્કાના સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કરશે. સમૃદ્ધિ મહામાર્ગ એટલે કે નાગપુર-મુંબઈ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસવે સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેનું એક મોટું પગલું છે.
  • PM મોદી નાગપુર મેટ્રો ફેઝ-I દેશને સમર્પિત કરશે અને નાગપુર મેટ્રો ફેઝ-IIનો શિલાન્યાસ પણ કરશે.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે

  • GSM અથવા GPRS
  • ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
  • સીસીટીવી કેમેરા
  • પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
  • વેક્યૂમ બાયોટોયલેટ્સ
  • સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
  • 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
  • વાઈફાઈની સુવિધા
  • દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ

KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત 'KAVACH' (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરાયો છે.