×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી બદલાયા 6 નિયમો: વેપારીઓ, LPG ગ્રાહકો, બેંક ધારકો, વાહન ખરીદનારાઓને પડશે અસર

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2023, રવિવાર

આજથી નવા વર્ષ 2023થી શરૂઆત થઈ ગઈ છે. આ નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય પ્રજાને ઝાટકો આપતી કેટલીક બાબતોમાં ફેરફાર થયા છે અને આ ફેરફારોની અસર સીધી તમારા ખીસ્સા પર પડશે. વાહન ખરીદીથી લઈને બેંકિંગ સાથે જોડાયેલા નિયમોથી આજથી બદલાઈ ગયા છે. તો જાણીએ LPG, GST, વાહન ખરીદી, બેંકીંગ, IMEI, HDFCના નિયમોમાં શું ફેરફાર કરાયા છે.....

વાહનોની કિંમતમાં વધારો

નવા વર્ષમાં તમે જો વાહન ખરીદવાનું વિચારતા હોવ તો હવે તમારે વધુ રકમ ચુકવવી પડશે. મારુતિ સુઝુકી, MG મોટર્સ, હ્યુન્ડાઈ, રેનોથી લઈને ઓડી અને મર્સિડીઝ જેવી કંપનીઓ નવા વર્ષની શરૂઆતથી વાહનોની કિંમતમાં વધારો કરવાની તૈયારીઓ કરી છે. તો ટાટા દ્વારા બીજી  જાન્યુઆરી-2023થી તેના કોમર્શિયલ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત પણ કરાઈ છે.

GST Invoicingની સમયમ મર્યાદા 5 કરોડ

જીએસટી ઈ-ઈન્વૉયસિંગ એટલે કે ઈલેક્ટ્રોનિક બિલના નિયમો આજથી બદલાઈ ગયા છે. સરકારે ઈ-ઈન્વોયસિંગ માટે 20 કરોડની સમયમર્યાદા દૂર કરી 5 કરોડ કરી છે. જેનો વેપાર વાર્ષિક 5 કરોડથી વધુ છે, તે વેપારીઓએ હવેથી ઈલેક્ટ્રોનિક બિલ જનરેટ કરવો જરૂરી બનશે.

LPGની કિંમતોમાં ફેરફાર

ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGની કિંમતોમાં ફેરફાર કરે છે, ત્યારે નવા વર્ષ 2023ના પ્રથમ દિવસે પણ LPG સિલિન્ડરની કિંમતોમાં મોટો ફેરફાર થયો છે. 1 જાન્યુઆરી 2023થી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડની કિંમતો યથાવત્ રખાઈ છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રુપિયાનો વધારો કરાયો છે.

બેંકોની જવાબદારી વધશે

RBI દ્વારા જારી કરાયેલા નવી આદેશ અનુસાર આવા વર્ષના પ્રથમ દિવસથી બેંક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ ગયો છે. નવો નિયમો લાગુ થયા બાદ બેંકોની જવાબદારી વધી જશે. અને તેઓ બેંક લોકર માટે ગ્રાહકો સાથે તકરાર કરી શકશે નહીં. નવા નિયમ મુજબ જો કોઈ કારણોસર લોકરમાં રાખેલા સામાનને નુકસાન થાય છે તો તેની જવાબદારી બેંકના સીરે રહેશે. આ નવા નયિમ મુજબ ગ્રાહકોએ 31મી ડિસેમ્બર સુધીનો બેંક સાથે એક કરાર કરવો પડશે, જેના દ્વારા ગ્રાહકોને SMS અને અન્ય રીતે લોકરના નિયમોમાં ફેરફાર વિશે જાણ કરાશે.

HDFC ક્રેડિટ કાર્ડની નિયમો બદલાયા

HDFC બેંકે તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે આજથી લાગુ થઈ ગયો છે. જો તમે આ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારા માટે આ ફેરફારને જાણવો જરૂરી છે. HDFC ક્રેડિટ કાર્ડના પેમેન્ટ પર મળતા રિવોર્ડ પોઈન્ટનો નિયમ આજથી બદલાઈ ગયો છે.

IMEI રજીસ્ટ્રેશન જરૂરી રહેશે

નવા વર્ષની શરૂઆતથી ફોન ઉત્પાદક કંપનીઓ અને તેની આયાત-નિકાસ કરનારી કંપનીઓ માટે નવો નિયમ લાગુ થઈ ગયો છે. આ નિયમ હેઠળ કંપનીઓએ દરેક ફોનના IMEI નંબરનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરાયું છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે IMEI સાથે છેડછાડની બાબતોને રોકવા આ તૈયારીઓ કરી છે. તો જે વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા છે, તેમના ફોનના IMEIનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવાનું રહેશે.