×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

નવી દિલ્હી તા. 31 માર્ચ 2021, બુધવાર

આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરુ થઇ રહ્યું છે. જેની સાથે જ ઘણા બધા નિયમો બદલવા જઇ રહ્યા છે. આ નિયમો સીધા આપણા ખિસ્સા સાથે જોડાયેલા છે. જેથી આ તમામ નિયમો વિશે જાણવું જરુરી છે.

પીએફ વ્યાજ પર ઇન્કમ ટેક્સ :

1 એપ્રિલથી કર્મચારીઓના પીએફ ઉપર આવતા વ્યાજની કમાણી જો 2.5 લાખ કરતા વધારે હશે તો તેના પર ઇન્કમ ટેક્સ લાગશે. આ સિવાય જેમના પીએફમાં એમ્પલોયરનું કોઇ યોગદાન નહીં હોય તેમના માટે આ સીમા પાંચ લાખની છે. જો કે પીએફ પર આટલું બધું વ્યાજ તો જ થાય જો પગાર ઘણો વધારે હોય. જેથી મોટાભાગના લોકો પર તેની અસર નહીં થાય.

પ્રી ફિલ્ડ આઇટીઆર ફોર્મ :

1 એપ્રિલથી કરદાતાઓને રાહત મળવા જઇ રહી છે. તેનું કારણ છે કે તેમના પાનકાર્ડના આધાર પર તેમને પહેલાથી જ ભરાયેલું ફોર્મ મળશે. જેની અંદર તેમના પગાર સહિત ઘણી વસ્તુ વિશે માહિતિ આપેલી હશે.

વૃદ્ધોને રિટર્ન ભરવામાં આઝાદી :

1 એપ્રિલથી દેશમાં 75 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાંથી આઝાદી આપવામાં આવી છે. એવા લોકો કે જેઓ પેંશનના વ્યાજમાંથી પૈસા કમાઇ છે તેમન આઇટીઆર નહીં ભરવું પડે. આ છુટછાટ માત્ર ત્યારે જ મળશે જ્યારે વ્યાજની આવક પણ તે જ બેંકમાં મળતી હોય, જે બેંકમાં પેંશન આવતું હોય.

ઇ વે બિલ ફરજિયાત :

દેશમાં એક એપ્રિલથી જે વેપારીઓનું વાપ્ષિક ટર્નઓવર 50 કરોડ કરતા વધારે હશે, તેમને B2B લેવડદેવડ માટે ઇ વે બિલ ફરજિયાત બનશે. આ પહેલા તે સીમા 100 કરોડ રુપિયા હતી.

LTC ઉપર લાગતા ટેક્સમાં છૂટ :

કર્મચારીઓને વધાર રાહત આપવા માટે નાણામંત્રીએ 2021ના બજેટમાં આ એલાન કર્યુ હતું કે એલટીસી અંતર્ગત તેમને જે રોકડા પૈસા આપવામાં આવે છે, તે હવે ટેક્સ ફ્રી હશે. આ વ્યવસ્થા પણ 1 એપ્રિલથી લાગુ થશે. 

રિટર્ન નહીં યબરનારા લોકો માટે ડબલ ટીડીએસ :

બજેટ 2021-22માં સરકારે ઘોષણા કરી છે કે જે લોકો પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તેમના માટે બેંક ડિપોઝિટ પર ટીડીએસ ડબલ થઇ જશે. એનો અર્થ થયો કે જો કોઇ વ્યક્તિ ઇન્કમ ટેક્સની મર્યાદામાં ના આવતો હોય તેની બેંક ડિપોઝિટ પર બમણું ટીડીએસ લાગશે. 

જૂની ચેકબૂક નહીં ચાલે :

બેંકોની જૂની ચેકબૂક, આઇએફસી કોડ વગેરે 1 એપ્રિલથી ગેરમાન્ય થઇ જશે. જેની અંદર દેના બેંક, વિજયા બેંક, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક, કોરપોરેશન બેંક અને અલ્લાહાબાદ બેંકનો સમાવેશ થાય છે.