×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં 45 વર્ષથી મોટા લોકો માટે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરુ થશે

અમદાવાદ, તા. 7 મે 2021, શુક્રવાર

રાજ્યમાં કોરોનાના કહેરમાં અશંત: ઘટાડો શપુ થયો છે. છેલ્લા ત્રણ કે ચાર દિવસથી રાજ્યમાં એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. આજે પણ નવા કેસ સામે સાજા થનાર લોકોની સંખ્યા વધારે હતી. જે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. અથ્યારે રાજ્યમાં રસીકરણ અભાયન ચાલી રહ્યું છે. કોરોનાને હરાવવા માટે ઝડપથી લોકોનું રસીકરણ કરવામાં આવે તે જરુરી છે. ત્યારે આજથી અમદાવાદમાં રસીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી પહેલા કરવા જઇ રહ્યું છે.

ભૂજ અને ગાંધીનગર બાદ આજથી એટલે કે 8 મેના દિવસથી અમદાવાદમાં પણ ડ્રાઇવ થ્રુ વક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પહેલા એએમસી દ્વારા જાએમડીસી ગ્રાઉંડ ખાતે ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટિંગ શરુ કરાયું હતું. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે હવે આજથી અમદાવાદમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરુ થવા જઇ રહ્યું છે. અહીં એ વાત મહત્વની છે કે માત્ર 45 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો માટે જ આ સુવિધા શરુ કરાઇ છે.

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટેનો સમય સવારે 9થી 1 અને બપોરે 3થી 7 છે. જ્યાં લોકો પોતના વાહનમાં અથવા તો ટેક્સી કે રીક્ષામાં જઇ શકશે, અને વાહનામાં બેઠા બેઠા જ તેમને કોરોના રસી આપવામાં આવશે. 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રજીસ્ટ્રેશન સ્થળ પર જ થઇ શકે છએ. વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.