×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગ્રાની હોસ્પિટલમાં મોક ડ્રિલે 22નો ભોગ લીધાના વીડિયોથી હોબાળો


હોસ્પિટલ સંચાલકોએ પાંચ મિનિટ ઓક્સિજન બંધ કર્યો : એપ્રિલ મહિનાનો વીડિયો વાઇરલ

વીડિયો બહાર આવતા પારસ હોસ્પિટલ તાત્કાલિક સીલ : સંચાલક સામે FIR નોંધી તપાસ શરૂ  ઓક્સિજનની અછત હતી, દર્દીઓને શિફ્ટ કરવા પરિવારો ન માન્યા તેથી મોક ડ્રિલ કરી : ડોક્ટર જૈન

હોસ્પિટલમાં ઓક્સિજન પુરતો હતો, અછતને કારણે મોત નથી થયા છતાં તપાસ કરીશું : જિલ્લા મેજિસ્ટ્રેટ

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રાની શ્રી પારસ હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 22 દર્દીઓના ઓક્સિજન ન મળવાથી મોત નિપજ્યા હોવાના અહેવાલો છે. ઓક્સિજન સપ્લાય હોસ્પિટલ પ્રશાસને પાંચ મિનિટ માટે કટ કર્યો હતો જેથી આ મોત થયા હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરાયો છે. જેને પગલે હોસ્પિટલને સીઝ કરી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.  

હાલ આ સમગ્ર મામલાની તપાસના આદેશ અપાયા છે અને સાથે જ હોસ્પિટલ સંચાલકોની સામે ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે. જિલ્લા અિધકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બે કલાક સુધી પ્રાથમિક તપાસ કરી હતી જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા એક વીડિયો વાઇલ થયો હતો જેમાં હોસ્પિટલનો માલિક કહી રહ્યો છે કે કોરોનાના દર્દીઓને મળી રહેલા ઓક્સિજનને પાંચ મિનિટ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, આવું મોક ડ્રીલના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. આ વીડિયો બાદમાં વાઇરલ થઇ રહ્યો છે. 

જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભુ એન સિંહે પત્રકારોને કહ્યું હતું કે પેન્ડેમિક એક્ટ અંતર્ગત હોસ્પિટલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ વીડિયોની તપાસ પણ કરાઇ રહી છે. 28મી એપ્રીલે આ વીડિયોમાં ડોક્ટર અરિંજન જૈન કહી રહ્યા છે કે હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછત હતી. સંપૂર્ણ મોદી નગર હાલ ડ્રાય છે, કોઇ હોસ્પિટલમાં ઓક્સિજન નથી.

બાદમાં અમે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો સાથે વાત કરી હતી પણ કોઇ દર્દીને ડિસ્ચાર્જ કરવા કે અન્ય હોસ્પિટલમાં લઇ જવા માટે તૈયાર નહોતુ જે બાદ અમે ઓક્સિજન કટ કરીને મોક ડ્રિલ કરી હતી. આ મોક ડ્રિલ દર્દીઓને ઓક્સિજન ન મળે તો શું થાય તે જોવા માટે કરાઇ હોવાના અહેવાલો છે. જોકે મોક ડ્રિલના ચક્કરમાં 22 દર્દીઓ મોતને ભેટયા હોવાનો પણ દાવો થઇ રહ્યો છે.  

આ ડોક્ટરે વધુમાં દાવો કર્યો હતો કે આ મોક ડ્રિલનો હેતુ અત્યંત ગંભીર દર્દીઓને ઓક્સિજન પુરો પાડવાનો હતો, અમે પાંચ મિનિટ માટે ઓક્સિજન બંધ કરી દેતા 22 દર્દીઓના શરીર બ્લૂ થવા લાગ્યા હતા.

આ ડોક્ટરે દાવો કર્યો હતો કે અન્ય 74 કોરોનાના દર્દીઓના પરિવારજનોને ઓક્સિજનની વ્યવસૃથા કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટે દાવો કર્યો હતો કે આ હોસ્પિટલમાં ઓક્સિજનની કોઇ જ અછત નહોતી અને કોઇ જ દર્દીના ઓક્સિજનની અછતને કારણે મોત નથી થયા. જોકે તેમ છતા જે વીડિયો વાઇરલ થઇ રહ્યો છે તેની તપાસના આદેશ અમે આપ્યા છે.  

હોસ્પિટલ સંચાલકો અને જિલ્લા પ્રશાસનના નિવેદનોમાં ભેદ

આગ્રાની હોસ્પિટલમાં મોક ડ્રિલનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. એવા અહેવાલો છે કે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે આ મોક ડ્રિલ કરાઇ હતી. આ વીડિયોમાં દાવો કરાયો છે કે હોસ્પિટલના ડોક્ટર જૈન કહી રહ્યા છે કે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે, હાલ કુલ 96 દર્દી દાખલ છે. તેથી એ તપાસ કરવામાં આવે કે ક્યા દર્દીને ઓક્સિજન કટ કરવાથી તકલીફ વધુ પડી રહી છે. આ તપાસ માટે મોક ડ્રિલ કરવામાં આવી તો 22 દર્દીઓના શ્વાસ અધૃધર થવા લાગ્યા અને શરીર બ્લૂ થવા લાગ્યા. ઓક્સિજનની અછત છતા હોસ્પિટલમાં દર્દીઓ આવવાની પ્રક્રિયા ચાલુ હતી. જોકે જિલ્લા પ્રશાસનનો દાવો છે કે ઓક્સિજનની કોઇ અછત નહોતી. આ પહેલા 2020માં પણ પારસ હોસ્પિટલ સીઝ કરાઇ હતી તે સમયે પણ કોરોના ફેલાવવાનો તેમના પર આરોપ હતો. તેથી હાલ સવાલ એ થાય છે કે પ્રશાસન સાચુ બોલી રહ્યું છે કે હોસ્પિટલ પ્રશાસન?