×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગ્રાઃ સપાના વિરોધ પ્રદર્શનમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, SPએ આપ્યા તપાસના આદેશ


- સોશિયલ મીડિયા પર આ ઘટનાનો 38 સેકન્ડનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

યુપીના આગ્રા ખાતે ગુરૂવારે સમાજવાદી પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાવાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાન જિંદાબાદના નારા સંભળાઈ રહ્યા છે. આ ઘટના બાદ એસપી સિટી રોહન બોત્રેએ આ અંગે તપાસના આદેશ આપી દીધા છે. 

હકીકતે ગુરૂવારથી સમાજવાદી પાર્ટી પ્રદેશની તમામ તહસીલો પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. સપાના મહાનગર એકમે આગ્રા ખાતે પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન જિંદાબાદના નારા બોલાવાયાની ઘટના સામે આવી છે. સપાના કાર્યકરો પાર્ટી અને અખિલેશ યાદવ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. તે સમયે વચ્ચે કોઈ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતું પણ સાંભળવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર તેનો 38 સેકન્ડનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો અને રાજકીય હલચલ વધી ગઈ છે. વાયરલ વીડિયોમાં ભીડ સાથે સપાના પદાધિકારી, સ્થાનીય પદાધિકારી પણ જોવા મળી રહ્યા છે. પાર્ટી મહાનગર અધ્યક્ષ વાજિદ નિસાર પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. 

વીડિયો સામે આવ્યા બાદ આ કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. એસપી સિટી રોહન બોત્રેએ આ અંગે તપાસના આદેશ આપી દીધા છે. તેમના કહેવા પ્રમાણે આ વીડિયોની ઓથેન્ટિસિટી પણ ચેક કરવામાં આવશે અને નારા લગાવનારા વ્યક્તિની ઓળખ પણ મેળવવામાં આવશે.