×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી 5 વર્ષમાં 8 કરોડ નોકરીઓ પર આ કારણે સર્જાશે સંકટ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ચિંતાજનક રિપોર્ટ

image : Envato 


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દોરમાં નોકરીઓ પર સંકટ હાલના દિવસમાં ચર્ચામાં છે. ખાસ કરીને ચેટજીપીટી આવ્યા બાદથી આશંકાઓ વધી ગઈ છે. હવે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક અનુમાને ટેન્શન વધાર્યું છે. ફોરમના એક રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી 5 વર્ષમાં 8 કરોડ લોકોની નોકરીઓનો અંત આવી શકે છે. તેમાંથી 1.5 કરોડ લોકો એવા હશે જેમને કદાચ ક્યારેય નોકરી જ નહીં મળે અને તેઓ બેરોજગાર જ રહેશે. એનો અર્થ એ થયો કે હાલ દુનિયામાં જેટલા લોકો નોકરી કરી રહ્યા છે તેમાંથી 2 ટકા લોકોની રોજગારી છીનવાઈ શકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ફ્યૂચર ઓફ જોબ્સ રિપોર્ટ 2023માં આ માહિતી સામે આવી હતી.  

રિપોર્ટમાં આપેલી માહિતી ચિંતાજનક 

રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી 5 વર્ષમાં 6.9 કરોડ નવી નોકરીઓનું સર્જન થશે પણ  8.3 કરોડ નોકરીઓનો અંત આવી જશે. આ રીતે કુલ એકઝાટકે કુલ દોઢ કરોડ લોકો સામે બેરોજગાર થવાનું સંકટ સર્જાયું છે. આ આંકડો બહુ મોટો છે. ટેક્નોલોજી એડવાન્સ થવા, ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગને કારણે આ સંકટ ઊભું થશે. આટલું જ નહીં અમુક એવી નોકરીઓ પણ હશે જે ભલે ખતમ નહીં થાય પણ કર્મચારીઓના વર્તમાન કામકાજનું માળખું બદલાઈ જશે અને નવી ટેક્નોલોજી સાથે તાલમેલ બેસાડવો પડશે.  

અમુક અન્ય ફેક્ટર જે નોકરીઓ પર અસર કરી શકે છે 

અમુક એવા કેટલાક ફેક્ટર પણ છે જેના લીધે નોકરીઓ પર માઠી અસર થવાની છે. તે છે મોંઘવારી, ધીમો આર્થિક વિકાસ, સપ્લાયમાં ઘટાડો વગેરે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે ડિજિટલાઈઝેશનમાં વધારો થઈ રહ્યો છે. એવામાં પરંપરાગત નોકરીઓ ખતરા હેઠળ છે. આ રિપોર્ટમાં અમુક સેક્ટર પણ ગણાવાયા છે જેમાં નોકરી કરી રહેલા લોકો ખતરા હેઠળ આવી શકે છે. તેમાંથી એક બેન્કિંગ સેક્ટર પણ છે. બેન્કો સંબંધિત કામકાજ ઓનલાઈન થવાને લીધે ફિજિકલ બેન્ક બ્રાન્ચની જરૂરિયાત ઘટ રહી છે. તેના લીધે ક્લાર્ક, કેશિયર જેવી નોકરીઓ પર સંકટના વાદળ ઘેરાયા છે. 

આ સ્કિલ્સ શીખી લેજો તો નવી તકો મળશે 

આટલું જ નહીં ઓટોમેશન, સેન્સર ટેક્નોલોજી, ઓનલાઈન ડિલીવરી જેવી સુવિધાઓને લીધે નવી નોકરીઓ પર સંકટ સર્જાયું છે. આગામી 5 વર્ષમાં એક તૃતીયાંશ નોકરીઓ ખતમ થઈ શકે છે. સૌથી વધુ સંકટ ડેટા ક્લાર્કની જોબ પર છે. આ ઉપરાંત એકાઉન્ટિંગ, સેક્રેટરી જેવી નોકરીઓ પર મુસીબત ઊભી થશે. જોકે એવા અનેક વ્યવસાય હશે જેમાં ઝડપથી માગ વધશે એટલે કે જોબ માર્કેટમાં આ સિલ્વર લાઇન હશે. આ સેક્ટર્સમાં ક્લાઉડ કમ્પ્યૂટિંગ, એઆઈ ટેક્નોલોજી સંબંધિત નોકરીઓ સામેલ છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સ માર્કેટમાં પણ નોકરીઓની બહાર આવશે.