×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી 5 વર્ષમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી જશે, વૈશ્વિક હવામાન વિભાગની ચેતવણી


નવી દિલ્હી : ભારત સહિત વિશ્વના ઘણા દેશો હાલ ભયંકર ગરમીનો સામન કરી રહ્યા છે એવા સમયે World Meteorological Organization (વર્લ્ડ મેટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન/WMO) ચેતવણી આપી છે કે વર્ષ 2022થી 2026 સુધીના પાંચ વર્ષ દરમિયાન વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્શિયસનો વધારો થવાની સંભાવના છે. 

વર્ષ 2016ન તુલનાએ આગામી પાંચ વર્ષોમાં કોઇ એક વર્ષમાં તાપમાનના તમામ જૂના રેકોર્ડ તૂટી જશે એટલી કાળઝાળ ગરમી પડશે. વર્ષ 2016માં જ્યારે અલ-નીનોની સ્થિતિ સર્જાઇ હતી ત્યારે ભૂમધ્ય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સરેરાશ કરતા વધારે ગરમ હતુ અને તે ગ્લોબલ વોર્મિંગ માટે મહદંશે જવાબદાર છે. જ્યારે એક પછી એક લા-નીનોની ઘટનાના સંકેત દરિયાની સપાટીના ઠંડા તાપમાન હોય છે. 

ઉપરાંત WMO એ જણાવ્યુ કે, આગામી પાંચ વર્ષની અંદર એક ટુંકા ગાળાની માટે વૈશ્વિક તાપમાન ઔદ્યોગિકીકરણની શરૂઆતના અગાઉના લેવલથી 1.5 ડિગ્રી સેલ્શિયસથી વધુ ઉંચા લેવલને કુદાવી જશે. વર્ષ 2021ની શરૂઆત અને અંતમાં અને અહીંયા સુધી કે વર્ષ 2022માં પણ વૈશ્વિક તાપમાન પર ઠંડી અસર થઇ છે.  

WMOએ કહ્યુ કે, આ અસર માત્ર અસ્થાયી હશે, અને અલ-નીનોની કોઇ ઘટનાથી તાપમાનમાં તાત્કાલિક વધારો થશે, જેવુ વર્ષ 2016માં થયુ હતુ. નવા સંશોધન સંકેત આપે છે કે, વર્ષ 2021-22માં લા-નીનોમાં પણ ઘટાડો આવી શકે છે.   

પાંચ વર્ષની સરેરાશ ભવિષ્યવાણી પણ અલ-નીનો કે લા-નીનોના પક્ષમાં કોઇ સંકેત આપતુ નથી. દુનિયા પહેલાથી વર્ષ 2021માં પ્રી-ઇન્ડસ્ટ્રીયલ લેવલના બેઝ લેવલથી 1.1 ડિગ્રી સેલ્શિયસ વધારે ગરમ છે અને હવે WMO એ કડક ચેતવણી આપી છે કે, અસ્થિર રૂપે પ્રી-ઇન્ડસ્ટ્રીયલ લેવલથી 1.5 ટકા સેલ્શિયસથી વધારે વાર્ષિક વૈશ્વિક તાપમાનમાં વધારો થવાની સંભાવના સતત વધી રહી છે. વર્ષ 2017થી 2021 દરમિયાન 10 ટકાની સંભાવના સામે આગામી પાંચ વર્ષોમાં લગભગ 50 ટકા સંભાવના વધી ગઇ છે. 

WMOના હવામાન વિભાગે કહ્યુ કે, વર્ષ 2022 અને 2026ની વચ્ચે પ્રત્યેક વર્ષની માટે વાર્ષિક સરેરાશ વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રીયલ લેવલ ( વર્ષ 1850 – 1900માં સરેરાશ)ની તુલનામાં 1.1 ડિગ્રી સેલ્શિયસ થી 1.7 ડિગ્રી સેલ્શિયસ વધારે રહેવાનો અનુમાન છે.