×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી 48 કલાકમાં પૂર્વોત્તર રાજ્યોમાં વરરસાદ કરશે ધમાકેદાર એન્ટ્રી

Image Twitter

તા. 9 જૂન 2023, શુક્રવાર 

ઘણા સમયથી ચોમાસાની રાહ જોવાતી હતી લોકો આટલી 46-48 ડિગ્રીથી ત્રાહિમામ પોકારી ગયા છે તેથી હવે ગરમી પછી ઠંડક આપતા સમાચાર છે કે ચોમાસુ હવે ગુરુવારે વિધિવત રીતે કેરળના કિનારે આવી પહોચ્યુ છે. અન તેની સાથે વરસાદની શરુઆત પણ થઈ ગઈ છે. 1 જૂનની સ્થિતિમા જોઈએ તો ચોમાસુ 7 દિવસ મોડા પહોચ્યું છે. આ પહેલા વર્ષ 2016 અને 2019 માં પણ ચોમાસું 8 જૂને આવ્યું હતું. એટલે કે તે વખતે પણ મોડા આવ્યુ હતું.  જો કે ચોમાસાના જૂન- સપ્ટેમ્બરમાં વરસાદ મોડા આવવા સાથે સાથે દેશ અમુક વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર થતી નથી. 

આગામી 48 કલાકમાં પુર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની પરિસ્થિતિ બની રહી છે

કેરળના ઉપરના દક્ષિણ -પશ્ચિમ મોનસુનની શરુઆત થઈ ગઈ છે . ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે દેશમાં કેરળના કેટલાક વિસ્તારોમાં, તમિલનાડુના કેટલાક વિસ્તારો, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં પુર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની પરિસ્થિતિ બની રહી છે. 


આના કારણે કેરળમાં ચોમાસાની શરુઆત થોડી મોડા થશે

IMD ના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં એકાએક દબાણ નીચું આવ્યું છે. જેના પછી ગંભીર વાવોઝોડુ બિપોરજોય નાં સ્વરુપમાં બદલાઈ જશે. જેના કારણે કેરળમાં ચોમાસાની શરુઆત થોડી મોડા થશે. કારણ કે આ વિસ્તારમાંથી ભેજ હટી ગયો છે.