×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી બજેટમાં રેલવે મંત્રાલયને મળી શકે છે મોટી ભેટ, દેશમાં એક લાખ કિ.મીના ટ્રેક નંખાશે

નવી દિલ્હી, તા. 9 ડીસેમ્બર 2022, શુક્રવાર

બજેટ 2023માં દેશમાં રેલવે નેટવર્કને મજબૂત કરવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી 25 વર્ષમાં દેશમાં 1 લાખ કિલોમીટર નવી રેલ્વે લાઇન નાખવાનો પ્રસ્તાવ પણ લાવવામાં આવી શકે છે. નવા ટ્રેક રેલવે નેટવર્કને આધુનિક બનાવશે અને ટ્રેનોની ગતિમાં પણ વધારો કરશે. બજેટમાં 7,000 કિલોમીટરની બ્રોડગેજ લાઇનના વિદ્યુતીકરણ માટે રૂ. 10,000 કરોડનું ભંડોળ મળવાની સંભાવના છે.

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારનો ઈરાદો દેશના દરેક ખૂણે રેલ સેવાઓ પહોંચાડવાનો છે. આ માટે સરકારનો ભાર દેશમાં ઝડપી ગતિએ નવી રેલ્વે લાઈન બનાવવા પર છે. નાણાકીય વર્ષ 2024માં જ સરકાર 4,000 કિલોમીટર નવી લાઈનો નાખવા માંગે છે. નવા રેલ્વે ટ્રેકના નિર્માણ માટેના ભંડોળને બમણું કરીને રૂ. 50,000 કરોડ કરવામાં આવી શકે છે.

આધુનિક ટેક્નોલોજીથી નવા રેલ ટ્રેક બનાવવામાં આવશે
નવી લાઈનો હાઈ-સ્પીડ અને સેમી-હાઈ-સ્પીડ ટ્રેનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. વંદે ભારત જેવી નવી પેઢીની ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ગયા મહિને જ સરકાર 2023-24ના કેન્દ્રીય બજેટમાં 300-400 નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત કરી શકે છે. તેથી સરકાર આધુનિક ટ્રેક બનાવશે.

ભારતીય રેલ્વે ટ્રેનોની સ્પીડ વધારવાને લઈને પ્રતિબદ્ધ છે. રેલવે આગામી સમયમાં ટ્રેનોની સ્પીડને 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવા માગે છે. આ વર્ષે રેલવેનો કાર્ગો ગ્રોથ 8.5-10 ટકા રહેવાની ધારણા છે.